વર્લ્ડકપમાં ભલે સ્થાન ન મળ્યુ પણ પંતની વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસમાં પસંદગી

15 May 2019 02:30 PM
Sports
  • વર્લ્ડકપમાં ભલે સ્થાન ન મળ્યુ પણ પંતની વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસમાં પસંદગી

શ્રીલંકામાં ખેલાનારી ઘરેલુ સીરીઝમાં ગુજરાતનો પ્રિયાંક પટેલ પાંચ વન-ડેની કપ્તાની કરશે

Advertisement

નવી દિલ્હી તા.15
ભારતીય બેટસમેન ઋષભ પંતને ભલે વર્લ્ડકપમાં જગ્યા ન મળી પરંતુ વેસ્ટ ઈન્ડીઝ-એ ના પ્રવાસમાં વન-ડે ટીમમાં જગ્યા મળી છે. આ પ્રવાસ 11 જુલાઈથી શરૂ થશે.વેસ્ટ ઈન્ડીઝ સામે ચાર દિવસીય મેચ 24 જુલાઈથી શરૂ થશે. આ પ્રવાસ ભારતની સિનિયર ટીમની ટેસ્ટ શ્રેણી માટે વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસની પહેલા આયોજિત કરવામાં આવી રહ્યો છે.
જેમાં ઈન્ડીયા-એ ટીમ પાંચ વન-ડે અને ત્રણ ચાર દિવસીય મેચ રમશે આ દરમ્યાન રિદ્ધિમાન સહાને પણ વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસની ટીમ માટે પસંદ કરવામાં આવ્યો છે. ખભામાં ઈજાના કારણે રિદ્ધિમાન સહા લગભગ એક વર્ષ બહાર રહ્યો.
તો પૃથ્વી શો, મયંક અગ્રવાલ અને હનુમા વિહારીને પણ વન-ડે અને ચાર દિવસીય મેચમાં બન્ને ટીમોને પસંદ કરાયા છે.શ્રેયસ અય્યર ચાર દિવસીય મેચમાં જયારે વન-ડે માં મનીષ પાંડે ભારત એની આગેવાની કરશે.
પસંદગી કર્તાઓએ આની સાથે જ શ્રીલંકા-એ સામે 25 મેથી શરૂ થનારી ધરેલુ સીરીઝ માટે ટીમોની પસંદગી કરી છે. ઝારખંડનાં વિકેટ કીપર બેટસમેન ઈશાન કિશન બે ચાર દિવસીય મેચોમાં ટીમની કમાન સંભાળશે.જયારે ગુજરાતનો પ્રિયાંક પંચાલ 6 જુલથી શરૂ થનાર પાંચ એક દિવસીય મેચોમાં કેપ્ટનશીપ કરશે.
ટેસ્ટ ક્રિકેટમાં નિયમીત રીતે રમનાર આર.અશ્ર્વીન, ચેતેશ્ર્વર પુજારા, અજિંકય રહાણે અને ફાસ્ટ બોલર ઉમેશ યાદવને ભારત-એ ટીમમાં પસંદગી નથી કરાઈ કારણ કે તેમની કાઉન્ટી ક્રિકેટમાં રમવાની સંભાવના છે.


Advertisement