મોરબી : દલિત સમાજ ઉપર અત્યાચારના બનાવો વિરૂઘ્ધમાં આવેદનપત્ર અપાયું

15 May 2019 02:17 PM
Morbi
  • મોરબી : દલિત સમાજ ઉપર અત્યાચારના બનાવો વિરૂઘ્ધમાં આવેદનપત્ર અપાયું

Advertisement

મોરબીમાં સ્વયં સૈનિક દળ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું. તાજેતરમાં અનેક સ્થળોએ દલીત સમાજના લોકો ઉપર અત્યાચારનું પ્રમાણ વઘ્યું છે. યુવતીની સરાજાહેર છરીના ઘા મારીને નિર્મમ હત્યા સહિતના બનાવોનો ઉલ્લેખ કરી દલીત સમાજ ઉપર થતા વારંવારના હુમલાના બનાવોમાં કડક પગલા લેવાની માંગ કરાયેલ છે. નિવાસી કલેકટર કેતન જોશીને આવેદનપત્ર આપી સરકાર સુધી અવાજ પહોંચાડવામાં આવ્યો હતો તે વેળાની તસવીર. (તસવીર : જીજ્ઞેશ ભટ્ટ)


Advertisement