રણનો રાજા મોરબી જીલ્લામાં તરસ્યો!: 200 જેટલા ઉંટ ખારા પાણી પીને ટકાવી રહ્યા છે જીવન!

15 May 2019 02:16 PM
Morbi
  • રણનો રાજા મોરબી જીલ્લામાં તરસ્યો!: 200 જેટલા ઉંટ ખારા પાણી પીને ટકાવી રહ્યા છે જીવન!
  • રણનો રાજા મોરબી જીલ્લામાં તરસ્યો!: 200 જેટલા ઉંટ ખારા પાણી પીને ટકાવી રહ્યા છે જીવન!

Advertisement

ઉંટને રણનો રાજા કહેવામાં આવે છે અને રણ પ્રદેશમાં રહેતા ઉંટને લાંબા સમય સુધી પીવા માટેનું પાણી ન મળે તો પણ તે કાળઝાળ ગરમીમાં ટકી રહે છે કેમ કે, તેનામાં કુદરતી એવી શક્તિ હોય છે. જો કે, રણનો રાજા મોરબી જીલ્લામાં તસ્સ્યો છે આ વાતને સાંભળીને જરાપણ ચોકી જવાની જરૂર નથી કેમ કે, છેલ્લા ઘણા વર્ષોથી મોરબી જીલ્લાના માળિયા મિયાણા તાલુકામાં જત પરિવારો રહે છે જે પશુપાલન અને મીઠાના અગરમાં રોજગારી મેળવીને પોતાના પારવારનું ગુજરાન ચલાવે છે આ જત પરિવારોની પાસે એક કે બે નહિ પરંતુ 200 જેટલા ઉંટ છે જો કે, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં જત પરિવારના લોકોને પીવા માટે પાણીના ફાંફા છે ત્યારે સ્વાભાવિક છે કે, તેમના ઉંટને પીવા માટે પાણી ન જ મળતું હોય માટે માલધારી પરિવારોને તેમના અબોલ જીવને મીઠાના અગરમાંથી નીકળતા ખારા પાણી પીવા માટે આપવા પડતા હોય છે. આ ખારા પાણી પીવાથી અબોલ જીવને શારરિક ઘણી નુકશાની થાય છે પરંતુ જત પરિવારો આર્થિક રીતે નબળા હોવાથી તે લોકો વેચાતું પીવાનું શુદ્ધ પાણી લઈને પોતે પી શકતા નથી તો પછી અબોલ જીવ માટે કેવી રીતે વેચાતું પાણી પોષાઈ તે સો મણનો સવાલ છે. (તસ્વીર: જીગ્નેશ ભટ્ટ)


Advertisement