ધ્રુવનગર પાસે પહોચેલી કચ્છની ગાયો માટે 100 મણ ઘાસચારો લઈને સેવાભાવી યુવાનો પહોચ્યા

15 May 2019 02:15 PM
Morbi
  • ધ્રુવનગર પાસે પહોચેલી કચ્છની ગાયો માટે 100 મણ ઘાસચારો લઈને સેવાભાવી યુવાનો પહોચ્યા

Advertisement

ગત ચોમાસામાં વરસાદ ઓછો હોવાથી કચ્છના ઘણા માલધારીઓ માલઢોરને લઈને ગુજરાતના જુદાજુદા શહેરોમાં હિજરત કરી ગયા છે દરમ્યાન મોરબી શહેરની બાજુમાં આવેલા નાની વાવડી ગામે ગત એપ્રિલ મહિનાથી કચ્છના સાત માલધારીઓ તેની 250 જેટલી ગાયોને લઈને આવી ગયા છે અને આ ગાયોની માટે નાની વાવડી ગામના લોકો દ્વારા પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે માટે માલધારીઓની ગાયો કપરા સમયમાં ટકી ગઈ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ચોમાસું નજીક આવતા કચ્છના માલધારીઓ તેના વતન તરફ જવા નીકળી રહ્યા છે. ત્યારે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલા ધ્રુવનગર પાસે કચ્છના માલધારીઓ દ્વારા પડાવ નાખવામાં આવ્યો હતો અને તેની ગયો ભૂખી છે તેવા સમાચાર મોરબીના રવીન્દ્રભાઈ ભટ્ટ, કડીવાર, જયેશ પીઠડીયા અને વિરેન્દ્રભાઈ પાટડીયા વિગેરેને મળ્યા હતા જેથી આ યુવાનો 100 મણ ઘાસચારાની વ્યવસ્થા કરીને ધ્રુવનગર ગામે પહોચ્યા હતા અને ગાયોની જઠરાગ્ની ઠરી હતી. (તસવીર : જીજ્ઞેશ ભટ્ટ)


Advertisement