મોરબી સમાજ સુરક્ષા વિભાગે પાંચ બાળલગ્ન અટકાવી દીધા

15 May 2019 02:14 PM
Morbi
  • મોરબી સમાજ સુરક્ષા વિભાગે 
પાંચ બાળલગ્ન અટકાવી દીધા

Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.15
મોરબી શહેરમાં સમૂહ લગ્ન સમિતિ દ્વારા એકી સાથે ઘણા બધા યુગલના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે તે યુગલ પૈકીના પાંચ યુગલોમાં એક દીકરી અને ચાર દીકરાની ઉંમર પૂરી ન હોવાના કારણે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આ પાંચે બાળ લગ્નને અટકાવી દેવામાં આવ્યા હતા.
મોરબી સમાજ સુરક્ષા ટીમે દ્વારા કુલ પાંચ બાળ લગ્ન અટકાવવામાં આવ્યા છે જેની માહિતી આપતા અધિકારીએ જણાવ્યુ હતુ મોરબી જીલ્લામાં વિવિધ વિસ્તારમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં 1 દીકરી તથા 4 દીકરાઓની ઉંમર પુખ્તના હોય દસ્તાવેજની ખરાઈ કરીને પાંચેય બાળ લગ્ન રોકવામાં આવ્યા છે આ કામગીરી જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલા એફ. પીપલીયા, પ્રોબેશન ઓફિસર એસ.વી.રાઠોડ,બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ શેરશીયા,રંજનબેન મકવાણા, તેમજ મોરબી પોલીસને સાથે રાખીને કરવામાં આવી હતી.


Advertisement