થાનના નામાંકિત ઉદ્યોગપતિ પાંચાળ સિરામીક એશો.ના પૂર્વ પ્રમુખ રામજીભાઇ મારૂનું અવસાન

15 May 2019 02:02 PM
Surendaranagar
  • થાનના નામાંકિત ઉદ્યોગપતિ પાંચાળ સિરામીક
એશો.ના પૂર્વ પ્રમુખ રામજીભાઇ મારૂનું અવસાન

અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ શ્રમિકો સહિતના લોકો જોડાયા

Advertisement

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.1પ
સુરેન્દ્રનગર જિલ્લા નો થાન પંથક સીરામીક ઉધોગ માં સમગ્ર વિશ્વ માં આગવું સ્થાન ધરાવે છે. ત્યારે થાન માં ત્યાર થતી સીરામીક ની અમુક વસ્તુઓ ની આયાત વિદેશો માં હાલ થઈ રહી છે.ત્યારે આ સીરામીક ઉધોગ ને થાન પંથક માં ટોચ સુધી પહોંચાડવા માટે ઘણા સારા એવા બિઝનેશકારો નો સહયોગ છે.ત્યારે તેવુજ એક નામ રામજીભાઈ મારું નું છે.
થાન ના સમગ્ર પંથક માં સીરામીક ઉધોગ માં ભીષ્મ પિતા જેવી છાપ ઉભી કરનાર રામજીભાઈ મારું નું તા:-14/05/2019 મંગળવાર સવારે થાનગઢ માં અવશાન થયું હતું.ત્યારે સમગ્ર થાન સીરામીક ના ઉધોગપતિ અને કામદારો માં શોક નું મોજું ફરી વળ્યું હતું.
આજે સવારે તેમના અંતિમ સંસકાર થાન ખાતે કરવા માં આવીયા હતા ત્યારે મોટી સંખ્યા માં લોકો અંતિમ ક્રિયા માં જોડાયા હતા.અને ગામ હિબકે ચડ્યું હતું.ત્યારે અગામી સમય માં ચોક્કસ આવા અનુભવી સીરામીક ઉધોગ ને રામજીભાઈ મારું ની ખોટ પડશે તેવું ગામ માંથી જાણવા મળી રહુ છે.


Advertisement