ઉના પ્રજાપતિ જ્ઞાતિના છાત્રોનો સન્માન કાર્યક્રમ યોજાશે

15 May 2019 01:22 PM
Amreli
Advertisement

ઊના સોરઠીયા પ્રજાપતિ કુંભાર જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા બારમો સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જ્ઞાતિના તેજસ્વી તારલાઓને જ્ઞાતિની સંસ્થા દ્વારા શીલ્ડ પુરસ્કાર રૂપે અર્પિત કરી સન્માનીત કરવામાં આવશે. ઊના તાલુકા સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ પ્રગણાના દરેક વિદ્યાર્થીઓએ કે તેમના વાલીઓએ સંસ્થાના પ્રમુખ નાનજીભાઇ આર કીડેચા એડવોકેટ તેમજ સંસ્થાના ખજાનચી દીલીપભાઇ કેશવભાઇ ટાંકને ધો.1 થી ડીગ્રી સુધીના વિદ્યાર્થીઓએ તેમના માર્કશીટના પરીણામોની ઝેરોક્ષ નકલ તા.20/6/2019 સુધીમાં પહોચાડવાની રહેશે. આમ વિદ્યાર્થીઓએ વહેલી તકે માર્કશીટની ઝેરોક્ષ નકલો પહોચતી કરવા સંસ્થાના પ્રમુખની યાદી જણાવે છે.


Advertisement