સાવ૨કુંડલા ખાતે હમી૨જી ગોહિલ સોમનાથની સખાતે ફિલ્મ શો સાથે ભાવાંજલી કાર્યક્રમ

15 May 2019 01:20 PM
Amreli
  • સાવ૨કુંડલા ખાતે હમી૨જી ગોહિલ સોમનાથની
સખાતે ફિલ્મ શો સાથે ભાવાંજલી કાર્યક્રમ

શહીદ વી૨ હમી૨જીનાં બલિદાનને આગેવાનોએ બિ૨દાવી અંજલી અર્પી

Advertisement

સાવરકુંડલા, તા. 1પ
માનવ સેવા અને રાષ્ટ્ર ધર્મને વરેલ સંસ્થા સંવેદન ગૃપ અમરેલી દ્વારા ધર્મ રક્ષક શુરવીર હમીરસિંહજી ગોહિલના બલિદાન દિવસ (વૈશાખ સુદ 9) નિમિત્તે સાવરકુંડલાના આંગણે "વીર હમીરજી સોમનાથની સખાતે" ફિલ્મ દર્શાવવામાં આવી. આ કાર્યક્રમનું દીપ પ્રાગટય માનવ મંદિર આશ્રમના પૂ. શ્રી ભક્તિરામબાપુ તથા કબીર ટેકરીના સાગર સાહેબના કરકમલે કરવામાં આવેલ. આ સાથે સાવરકુંડલાની જાણીતી સેવાભાવી સંસ્થાઓ સદ્ભાવના ગૃપ, વીર દાદા જસરાજ સેના, લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર, સમર્પણ ગૌ સેવા સમિતિ, શ્રી કૃષ્ણ ગૌશાળાના સંચાલકો-સ્વંય સેવકોનું સન્માન કરવામાં આવ્યું.
ઉપસ્થિત સૌએ હમીરસિંહજીની શૌર્ય ગાથાને પડદા પર સાકાર કરનાર અભિનેતા મૌલિકકુમાર પાઠકની ઉપસ્થિતિમાં શહીદ વીર હમીરજીને તેમના બલિદાન દિને ભાવાંજલિ અર્પણ કરી હતી.
આ કાર્યક્રમમાં લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના સંચાલક ભરતભાઈ જોષી તેમના પત્ની ગીતાબેન જોષી, વીર દાદા જસરાજ સેનાના હિતેશભાઈ સરૈયા, સદ્ગતના ગૃપના રાજુભાઈ નાગ્રેચા, પ્રવિણભાઈ સાવજ, પ્રણવભાઈ વસાણી, સમર્પણ ગૌશાળાના ખીરાદાદા, શ્રી કૃષ્ણ ગૌશાળાના બળવંતભાઈ મહેતા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડી. કે. પટેલ, રાજુભાઈ દોશી, જીલ્લા ભાજપના મહામંત્રી કમલેશભાઈ કાનાણી, શહેર ભાજપના પ્રમુખ મયુરભાઈ ઠાકર ઉપસ્થિત રહી રૂડો સહયોગ આપ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન વિજયભાઈ મહેતાએ કર્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી સાથે ભરત ચાવડા, મેહુલ વાઝા, મૂકેશ મંડોરા જહેમત ઉઠાવી હતી.


Advertisement