મુંબઇ ઇન્ડિયન્સનો ભવ્ય રોડ શો : અંબાણીના નિવાસ સ્થાનથી ઓપન બસમાં ટીમ જોવા મળી, સાઉથ મુંબઇ બ્લોક

15 May 2019 01:19 PM
India

Advertisement

રવિવારે IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે ભવ્ય વિજય બાદ મુંબઇ ઇન્ડિયન્સ ટીમ હૈદરાબાદથી મુંબઇ આવી પહોંચી હતી. ત્યારે ટીમ સીધી જ મુકેશ અંબાણીના નિવસસ્થાન એન્ટીલા પર જઈ, રોડ શોમાં જોડાઈ હતી. ઓપન બસમાં સમગ્ર ટીમ સાથે નાસિક ઢોલ અને ફેન્સનો જબરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાઉથ મુંબઇ માં લોકોના ટોળે ટોળા રસ્તા પર ઉમટ્યા. અલ્ટામાઉન્ટ રોડ ના એન્ટીલા થી પેડર રોડ, ચોપાટી, મરીન ડ્રાઈવ થી નરીમાન પોઇન્ટ જ્યાં ટીમ નો ઉતારો રહ્યો હતો ત્યાં પહોંચી હતી. મુંબઇ ઇન્ડિયન્સ ચોથી વખત IPL ચેમ્પિયન બની હતી.


Advertisement