ગીરગઢડાના સનવાવમાં મનરેગા યોજનાનું કામ શરૂ કરવા ટીડીઓને રૂબરૂ રજુઆત

15 May 2019 01:18 PM
Amreli
  • ગીરગઢડાના સનવાવમાં મનરેગા યોજનાનું
કામ શરૂ કરવા ટીડીઓને રૂબરૂ રજુઆત

એક હજારથી વધુ મજુરો બેરોજગાર : રોજગારી આપવા માંગણી

Advertisement

ઉના, તા. 1પ
ગીરગઢડા તાલુકાના સનવાવ ગામમાં એક હજારથી વધુ મજુરો મજુરી કરી ઘરનું ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ મજુરોને રોજગારી મળી રહે તે માટે ગ્રામ પંચાયત હેઠળ મનરેગાનું કામ ચાલુ થાઇ તો આઠસોથી વધુ મજુરી બેકાર ન રહે અને મજુરી કામ મળે તેથી ગ્રામજનો દ્વારા નરેગાનુ કામ ચાલુ કરાવવા તાલુકા વિકાસ અધકારીને રજુઆત કરી માંગ કરી હતી.
ઊના ગીરગઢડા પંથકમાં ગત ચોમાસામાં એકસાથે પડેલા ભારે વરસાદ બાદ વરસાદે વિરામ લીધેલ બાદ લોકોને મજુરી મળતી ન હોવાથી મોટાભાગના મજુરો બેકાર બની ગયા છે. હાલ મોઘવારીના સમયમાં અને કેન્દ્ર સરકારની ગેરેન્ટેડ મનરેગા યોજના હોવા છતાં મજુરોને કામ આપતુ નથી. અગાઉ મનરેગા યોજના હેઠળ કામ ચાલુ કરાવવા માટે સનવાવ ગ્રામ પંચાયત મારફત રજુઆત કરેલ હતી. ત્યારે ટીડીઓ દ્વારા જણાવેલ કે ચુંટણીના કારણે આચારસહીતા અમલમાં હોવાથી કામ ચાલુ કરી શકાય નહી તો જ્યારે હાલ આચારસહીતા અમલમાં નથી. ત્યારે તાત્કાલીક સનવાવ ગ્રામપંચાયત દ્વારા મનરેગાનું કામ ચાલુ કરવામાં આવે તેવી બેરોજગાર મજુરો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી માંગ કરી હતી.


Advertisement