ઉનાના આમોદ્રા ગામે કારડીયા જ્ઞાતિનો સમુહલગ્નોત્સવ

15 May 2019 01:16 PM
Veraval
  • ઉનાના આમોદ્રા ગામે કારડીયા જ્ઞાતિનો સમુહલગ્નોત્સવ

Advertisement

ઊનાના અમોદ્રા ગામે કારડીયા સમાજનો છઠો સમુહ લગ્નનું આયોજન ખોડીયા આશ્રમ મંદિર ખાતે યોજાયો હતા. જેમાં નવ નવદંપતિએ વૈદિવ વિધી અનુસાર પ્રભુતામાં પગલા માંડી દાંપત્ય જીવનમાં પર્દાપણ કરેલ હતા. આ પ્રસંગે આયોજક સમીતી તેમજ સમાજના દાતાઓ દ્વારા ક્ધયાઓને કરીયાવર સ્વરૂપે વિવિધ ગૃહઉપયોગી ચિજવસ્તુઓ સહીત રોકડ ભેટ પ્રદાન કરેલ જ્યારે ખોડીયાર આશ્રમ દ્વારા દરેક દિકરીઓને માતાજીની પ્રસાદીરૂપે એક એક સાડી આપવામાં આવી હતી. તેમજ કુવરબાઇનુ મામેરૂ યોજનાનો લાભ મળે તેની માહીતી સરપંચ ગોપાલભાઇએ વિસ્તૃત માહીતી આપી હતી. આ પ્રસંગે યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો.


Advertisement