ઉનાના ઓલવાણ ગામે રિસામણે બેઠેલી પત્નીને તેડવા આવેલ જમાઇને તલવાર ઝીંકી

15 May 2019 01:14 PM
Veraval
  • ઉનાના ઓલવાણ ગામે રિસામણે બેઠેલી
પત્નીને તેડવા આવેલ જમાઇને તલવાર ઝીંકી

સમાધાનમાં મામલો બીચકતા સસરા-સાળાએ જમાઇને લાકડી-તલવારના ઘા મારી લોહીલુહાણ કર્યા : ફરિયાદ

Advertisement

ઉના, તા. 1પ
ઊના તાલુકાના ઓલવાણ ગામે માવતરે પત્નિ ચાલી જતાં તેને તેડવા ગયેલ યુવાન સાથે સમાધાનની વાતચીત સમયે ઉશ્કેરાઇ ગયેલા સસરા અને સાળાઓએ યુવાનને ગાળો કાઢી લાકડી તથા તલવાર વડે હુમલો કરી લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવેલ. આ અંગે યુવાનએ ત્રણ શખ્સો વિરૂધ નવાબંદર મરીન પોલીસમાં ફરીયાદ નોધાવી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ખાણ ગામે રહેતા પ્રવિણભાઇ કાળાભાઇ બાંભણીયાની પત્નિ જાહીબેન ઓલવાણ ગામે તેના માવતરના ઘરે જતી રહેલ હોવાથી પ્રવિણભાઇ પત્નિને તેડવા ગયેલ અને ત્યાં સમાધાનની વાતચીત ચાલુ હતી. ત્યારે ઉશ્કેરાઇ ગયેલા તેમના સસરા ભીખા માંડણ દમણીયા તેમજ સાળા ભરત ભીખા દમણીયા અને ભાવેશ ભીખા દમણીયા આ ત્રણેય શખ્સોએ ભુંડી ગાળો કાઢી લાકડી, પથ્થર તેમજ તલવાર વડે માથાના ભાગે એક ઘા મારી દીધેલ હતો. લોહીલુહાણ હાલતમાં કરી દીધેલ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ઊના સરકારી હોસ્પીટલમાં ખસેડેલ હતા. આ અંગે પ્રવિણભાઇએ સસરા તેમજ સાળાઓ ત્રણેય વિરૂધ નવાબંદર પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસ આગળની વધુ તપાસ હાથ ધરી છે.


Advertisement