વિસાવદર કોલેજનાં કર્મચારીને થાપ ખવડાવી ગઠીયાએ ખાતામાંથી 30 હજાર ઉઠાવી લીધા

15 May 2019 12:56 PM
Junagadh

મોબાઇલ ફોનમાં એટીએમનો પીન નંબર મેળવી ખાતુ સાફ કરી નાખ્યુ

Advertisement

(કૌશીકપરી ગૌસ્વામી) વિસાવદર તા.1પ
વિસાવદર માં દેવમણી કોલેજમાં નોકરી કરતા અનિલભાઈ દોશી ને આવીયો અજાણીયો ફોન અને આપી દીધા એ.ટી.એમ નંબર ને થોડા સમય માં કરી નાખ્યું ખાતું સાફ કર્યાનો બનાવ બહાર આવ્યો છે.
આવીજ રીતે વિસાવદર દેવમણી કોલેજમાં નોકરી કરતા અનિલભાઈ ને એક 7295909934 અજાણ્યા નંબર પર થી તા 10/5/19 એ ફોન આવીયો અને કહ્યું કે તમારું એટીએમ બંધ થઈ જશે અને તમારું બેંકમાં ખાતું પણ બંધ થઈ જાશે તમારે તમારા એટીએમ નંબર આપવા પડશે જેથી તમારી ખરાઈ થઈ શકે અને તમારું ખાતું ચાલુ રહે જેથી અનિલભાઈ દ્વારા તેનું એટીએમ નંબર આપી દીધા હતા અને જોતજોતામાં તેના ખાતામાંથી મની ટ્રાજેક્સન કરી લીધેલ હતો તેમજ એમેજોન માં થી ઓનલાઈન ખરીદી પણ કરી લીધી હતી.
મની ટ્રાન્જેકસન થયું હોવાને કારને વિસાવદર એસ. બી.આઈ બેંકમાં થી ફોન આવેલ હતો કે તમે કોઈ મની ટ્રાજેક્સન કરિયું છે તો અનિલભાઈ દ્વારા ના પાડવામાં આવી હતી અને બેંકમાં પાસ બુકની એન્ટ્રી કરવામાં આવતા તેના ખાતા માંથી કુલ રૂ-30058 .ત્રીસ હજાર જેવી રકમ નું ઓનલાઈન ટ્રાજેક્સન થઈ ગયું હતું જયારે આ વીશે વિસાવદર પોલીસ સ્ટેશનમાં અને જૂનાગઢ સાઈબર સેલ માં પણ ફરિયાદ કરેલ કરેલ છે.
લોકોને ચેતવા જેવો કિશો વિસાવદર માં બનિયો છે અને કોઈ પણ અજાણ્યા નંબર પરથી કોલ આવે તો કોઈપણ જાત ની બેંકની માહિતી કે અન્ય માહીત ના આપવી જોઈએ તેવી બેંકોની સ્પષ્ટતાં છતા છાશવારે આવા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે.


Advertisement