ઉનાના જાખરવાડા નદીમાંથી ગેરકાયદેસર રેતીની ચોરી : પોલીસે ટ્રેકટર જપ્ત કર્યુ

15 May 2019 12:53 PM
Veraval
Advertisement

ઉના, તા.1પ
ઊના પંથકમાં ગે.કા. ખનીજ રેતી ચોરો બેફામ રીતે જમીનમાં રહેલ કુદરતી ખનીજ ચોરી કરી લાખો રૂપિયાનુ સરકારને નુકસાન કરી રહૃયા છે. ત્યારે જાખરવાડા ગામની ખાડી પાસે આવેલ મચ્છુન્દ્રી નદીના પટ્ટમાં ગે.કા. ખનીજ રેતીની ચોરી કરી ટ્રક્ટર મારફતે હેરાફેરી થતી હોય બાતમી આધારે નવાબંદર પોલીસે સ્થળ પરથી ખનીજરેતી ભરેલ ટ્રેક્ટર સહીત મુદામાલ કબ્જે કરી એક શખ્સની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાખરવાડા ગામે રહેતો અલ્પેશ રાણા સોલંકી જાખરવાડા ગામની ખાડી પાસે આવેલ મચ્છુન્દ્રી નદીના પટ્ટમાં ગે.કા. ખનીજ રેતીની ચોરી કરી ટ્રેક્ટર મારફતે હેરાફેરી કરતો હોય એ વખતે નવાબંદર મરીન પોલીસે રેઇડ દરમ્યાન સ્થળ પરથી ખનીજ રેતી ભરેલ ટ્રેક્ટર સહીત કિ.રૂ. 4.20 લાખના મુદામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


Advertisement