જુનાગઢ લેઉવા પટેલ સમાજની ગરીબ પરિવારનાં વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે લોનની સહાય

15 May 2019 12:51 PM
Junagadh

વગર વ્યાજે લોન આપી મદદરૂપ થવાનો સરાહનીય પ્રયાસ

Advertisement

જુનાગઢ તા.15
સમાજમાં અનેક બાળકો આર્થીક પરિસ્થિતિ નબળી હોવાના કારણે પોતે હોંશીયાર હોવા છતા અભ્યાસ કરી શકતા નથી તેમની કારકીર્દી રોળાય જતી હોય છે ત્યારે સમાજને નવો રાહ ચીંધતા લેઉવા પટેલ સમાજ દ્વારા આર્થીક પરિસ્થિતિ નબળી હોય તેવા ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થી ભાઈ બહેનો માટે આ તેજસ્વી વિદ્યાર્થીઓને વગર વ્યાજે લોન સહાય આપવા મદદરૂપ થવા આગવું પગલું ભર્યુ છે. જેના કારણે હોંશીયાર બાળકો તેમની કારકીર્દી બનાવી શકશે.
જુનાગઢ લેઉવા પટેલ સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા આવા વિદ્યાર્થીઓ પોતાની ઉજજવળ કારકીર્દી બનાવવા માટે આગળ આવી તેમને સહાયરૂપ બનવા માટે ભગીરથ કાર્ય હાથ ધર્યુ છે. નિવૃત કૃષિ અધિકારી પ્રાગજીભાઈ ત્રાપસીયા પોતાના જીવનનો સમય ગરીબ બાળકોના અભ્યાસને જીવંત બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
આર્થીક વિદ્યાર્થીઓની આગળ ભણાવવાની ઈચ્છા પૂર્ણ કરવા લેઉવા પટેલ ઉચ્ચ કેળવણી સહાય મંડળ જુનાગઢ દ્વારા જુનાગઢ જીલ્લાના વતની હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે સહાયક બનવા વગર વ્યાજની લોન આપવામાં આવે છે.
ધો.12 વર્ષ 2019માં 75 ટકા ઉચ્ચ ગુણાંક સાથે પરીક્ષા પાસ કરેલ હોય અથવા જી, નેટ, સ્લેટ આધારીત એડમીશન મેળવેલ હોય અને તેમને સહાયની જરૂરત હોય તેવા પરિવારના સંતાનોને લેઉવા પટેલ ઉચ્ચ કેળવણી સહાય મંડળ વગર વ્યાજે લોન આપશે લોન સહાય મેળવવા માટે બસ સ્ટેશન સામે ન્યુ સંકલ્પ કોમ્પ્લેક્ષ ત્રીજા માળે આવેલ 320 નંબરની શ્રી સરદાર પટેલ કેળવણી મંડળની ઓફીસ ખાતેથી ફોર્મ મળી શકશે, ફોર્મસ વિગત અને સાધનીક કાગળો સાથે પરત કરવા તેમજ વધુ વિગત માટે 94282 49381 ઉપર પ્રાગજીભાઈ ત્રાપસીયાનો સંપર્ક સાધવા જણાવાયું છે.


Advertisement