અતિશય બફારો અને આકાશમાં છવાતા વાદળા : પ્રિ-મોન્સુન એકટીવીટી નજીક હોવાનો અણસાર

15 May 2019 11:51 AM
Rajkot Gujarat
  • અતિશય બફારો અને આકાશમાં છવાતા વાદળા :  પ્રિ-મોન્સુન એકટીવીટી નજીક હોવાનો અણસાર

પવનની દિશા બદલતા હવામાં ભેજ વઘ્યો : ગરમીમાં મામુલી રાહત સાથે 40 ડિગ્રી ઉપર જળવાતુ તાપમાન: બે દિવસ રાજકોટ, અમરેલી, કચ્છ સહિતના સ્થળે મીની વાવાઝોડા અને કરા સાથે ઝાપટાનો સંકેત

Advertisement

રાજકોટ તા.15
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી મહિનાથી ચોટીલાના ધમાકેદાર આગમનના સંકેત વચ્ચે આજથી બે દિવસ પ્રિમોન્સુન એકટીવીટીની તૈયારીના ભાગરૂપે મીની વાવાઝોડા અને કરા સાથે રાજકોટ, અમરેલી, કચ્છમાં હળવા ઝાપટા વરસી જવાની આગાહી હવામાન વિભાગના સુત્રો દ્વારા કરવામાં આવી છે.
ચાલુ વર્ષે ભારતીય કેલેન્ડર મુજબ કારતક મહિનામાં મિશ્રઋતુનો માહોલ બની રહ્યા બાદ માગસર મહિનાના મઘ્ય ભાગથી મહામહિનાના અંતિમ સપ્તાહ સુધી અવિરત પણે ઠંડીનું આક્રમણ ચાલુ રહ્યું હતું. તો બાદ એકાદ મહિનો મિશ્ર ઋતુ ચાલુ રહી હતી અને ફાગણના અંતિમ સપ્તાહથી કાળઝાળ ગરમીનો દૌર શરૂ થયો હતો. તેમાં પણ ચૈત્ર મહિનાના અંતિમ સપ્તાહમાં હાહાકાર મચાવતી ગરમી નોંધાયા બાદ આજ સુધી સતત 40 ડિગ્રી ઉંચા ગરમીનો પારો નોંધાતા આવ્યો છે.
વળી ગઇકાલ સુધી અવિરત પણે ઉત્તર-પૂર્વ કે ઉત્તર પશ્ર્ચિમના સુકા પવન અને અંગ દઝાડતી લૂ સાથે ગરમીનું આક્રમણ જળવાઇ રહ્યું હતું. જો કે વરસ કોઇક દિવસ પવનની દિશા બદલતા ગરમીમાં રાહત પાસે એકાદ-બે દિવસ માવઠાનો માહોલ પણ બન્યો હતો. હવે ગઇકાલથી અંતે પવનની દિશા બદલી છે.
છેલ્લા બે દિવસથી પશ્ર્ચિમ કે દક્ષિણ પશ્ર્ચિમના શરૂ થયેલા દરીયાઇ ભેજ વાળા પવનની અસરથી મહતમ તાપમાનનો પારો બે-ત્રણ દિવસ નીચો ઉતરણની શકયતા વચ્ચે ગઇકાલથી હવામાં અતિશય પ્રમાણમાં વધતા ભેજની અસર હેઠળ બફારાનું બેફામ આક્રમણ શરૂ થયું છે. લોકો બફારાથી છુટકારો મેળવવા તડપી રહ્યા છે. તો એસી, કુલર જેવા વાતાનુકુલિત સાધનો પણ લોકોને બફારામાંથી છુટકારો અપાવવામાં નિષ્ફળ રહ્યા છે.
હવામાં વધતા ભેજ અને એક બાજુ 40 ડિગ્રી ઉપર જળવાતા ગરમીના તાપમાનની અસર હેઠળ િ5્રમોન્સુન એકટીવીટીની તૈયારીના ભાગરૂપે આગામી બે-ત્રણ દિવસ આકાશમાં સ્થાનિક વાદળા બનતા રાજકોટ, અમરેલી, કચ્છ, બનાસકાંઠા સહિત રાજયમાં કેટલાક સ્થળે 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપ સાથેના તોફાની અને કરા સાથે હળવા ઝાપટા પડયાની શકયતા હવામાન વિભાગની રાજયની વડી કચેરી દ્વારા દર્શાવવામાં આવી છે.
રાજકોટ
રાજકોટમાં ગઇકાલે 40.7 ડિગ્રી મહતમ વિભાગ નોંધાવવા વચ્ચે શરૂ થયેલા દક્ષિણ પશ્ર્ચિમના ભેજવાળા પવનની અસર હેઠળ અસહ્ય બફારાથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. વળી ગરમીનું તાપમાન અને હવામાં વધતા ભેજની અસર હેઠળ રાતથી આકાશમાં વાદળાઓની હડીયાપટ્ટી શરૂ થઇ ગઇ હતી અને સવારે માંડે સુધી આકાશમાં વાદળા જોવા મળ્યા હતા.
જો કે આ લખાઇ રહ્યું છે ત્યારે આકાશ સ્વચ્છ લાગી રહ્યું છે. પરંતુ હવામા ભેજ સાથે બપોરના ઉંચકાતા તાપમાનથી સ્થાનિક વાદળા ઘેરાતા બપોર પછી તોફાની પવન સાથે કોઇક સ્થળે હળવો વરસાદ વરસી જશે તેવુ અનુમાન લગાવાઇરહ્યું છે. આજે શહેરનું ન્યુનતમ તાપમાન 25.1 ડિગ્રી નોંધાયું હતું. તો પવનની ઝડપ સરેરાશ 14 કિ.મી. પ્રતિ કલાક રહી હતી. હવામાં સવારે 73 ટકા ભેજ નોંધાયો હતો.


Advertisement