ભાવનગ૨માં ઘ૨કામ ક૨તી મહિલાએ ઘ૨ઘણીના મકાનમાં જ હાથ માર્યો; ૩૦૦૦૦નો મુદામાલ ઝડપાયો

15 May 2019 11:46 AM
Bhavnagar

એક વષ્ર સમયગાળા દ૨મ્યાનમાં કટકે કટકે હાથ ફે૨ો ક૨તી ૨હી; િ૨માન્ડની તજવીજ

Advertisement

(વિપુલ હિરાણી) ભાવનગર તા.1પ
ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર એ જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવીને મળેલ બાતમી હકિકત આધારે સ્ત્રી આરોપી સોનલબેન ઠ/ઘ મહેન્દ્રભાઇ પરમાર ઉ.વ.25 રહેવાસી ઘોઘારોડ, શીતળામાના મંદિર પાછળ મૈત્રી સોસાયટી રાજુભા માસ્તરના મકાનમાં ભાડેથી ભાવનગરવાળીને સંતકંવરરામ ચોક, કાળાનાળા ભાવનગર ખાતેથી સોનાની ચેઇન-1 કિ.રૂ. 15000/- તથા સોનાની વીટી નંગ-2 કિ.રૂ.30,000/- ની મજકુર સ્ત્રી પાસેથી શકપડતી મિલ્કત ગણી કબ્જે કરવામાં આવેલ અને તેણીની અટકાયત કરવામાં આવેલ.
મજકુર સ્ત્રીની પુછપરછ હાથ ધરતા તેણીએ કબુલાત આપેલ હતી કે, તે હિલડ્રાઇવ વિસ્તારમાં મકાનોમાં ઘરકામ કરવા માટે જાય છે અને એક મકાનમાંથી આશરે ચારેક વર્ષ પહેલા સોનાની રૂદ્દાક્ષની માળા તથા એક ઘરમાંથી એકાદ વર્ષ પહેલા સોનાની ચેઇન, વીટીઓ, બ્રેસલેટ વિગેરે દાગીનાની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હતી. જે બાબતે રેકર્ડ ઉપર ખરાઇ કરતા આ ચોરી બાબતે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુના રજિટર થયેલ છે. સ્ત્રી આરોપી વિરૂઘ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
આ કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા જગદીશભાઇ મારૂ તથા મહિલા હેડ કોન્સ. મંછાબેન પરમાર તથા પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવી તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા હારીતસિંહ ચૌહાણ જોડાયા હતા.


Advertisement