જુનાગઢના યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડશીપ બાંધી યુવતિએ ફસાવ્યો: 50 હજારની માંગણી

15 May 2019 11:46 AM
Junagadh Crime Gujarat
  • જુનાગઢના યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડશીપ બાંધી યુવતિએ ફસાવ્યો: 50 હજારની માંગણી

પૈસા ન આપે તો ખાટીમીઠી વાતો અને અશ્ર્લીલ ફોટાઓ સગાસબંધીને બતાવી દેવાની યુવતિની ધમકી

Advertisement

જુનાગઢ તા.15
જુનાગઢ બી ડીવીઝનની હદમાં ગીરીરાજ સોસાયટીમાં રહેત યુવાનને મીસ નીકીતા નામની સ્ત્રીએ જુદા નામે ઈન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડશીપ કરી વાતો કરી તે ઈન્સ્ટાગ્રમ બ્લોકરી નવા મીસ નીકીતા નામે આઈડી બનાવી ફ્રેન્ડશીપ કરી અશ્ર્લીલ ફોટા
બતાવી વીડીયો રેકોર્ડીંગ કરી રૂા.50 હજારની માંગણી કર્યાની ફરીયાદ નોંધાવતા આર.બી. સોલંકી પીએસઆઈએ તપાસ હાથ
ધરી છે.
આ અંગેની વિગત મુજબ ગીરીરાજ સોસાયટી-2 ટેનામેન્ટ બ્લોક નં.30 રામેશ્ર્વર મંદિર પાસે સ્ટેશન પાછળ રહેતા ઓડેદરા દિવ્યેભાઈ કેશુભાઈને ગત તા.26/9/18થી આજ દિન સુધીમાં મીસ નીકીતા નામની સ્ત્રીએ પ્રથમ તેનું નામ સન્નીના નામે દિવ્યેશ ઓડેદરા સાથે ઈન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડશીપ કરી ફરી સાથે વાતો કરી હતી. દિવ્યેશે ઈન્સ્ટાગ્રામ બ્લોક કરી દેતા આ સ્ત્રીએ તેના નવા નામ મીસ નીકીતા નામના આઈડી પરથી દિવ્યે સાથે ફ્રેન્ડશીપ કરી વિશ્ર્વાસમાં લઈ વોટસએપ વીડીયો કોલમાં અશ્ર્લીલ સીન દિવ્યેશને બનાવી ફરી દિવ્યેશે પણ તેના અશ્ર્લીલ સીન બતાવેલ તે આ નીકીતાએ વીડીયો રેકોર્ડીંગ કરી લઈ દિવ્યેશ ઓડેદરા સાથે ખોટા નામે ઠગાઈ કરવાના ઈરાદે અને વીડીયો રેકોર્ડીંગ ફરી.ના સગા સબંધીને મોકલી બદનામી કરવાનું જણાવી ઓડેદરા દિવ્યેશ પાસેથી રૂા.50 હજારની માંગણી કરી ઓડેદરા દિવ્યેશ સાથે વિશ્ર્વાસઘાત છેતરપીંડી કરી અને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ બી ડીવીઝનમાં નોંધાવતા પીએસઆઈ સોલંકીએ તપાસ હાથ ધરી છે.


Advertisement