ટીવી પરદા પર પણ મોદી ચહેરો નંબર વન

15 May 2019 11:43 AM
India Politics
  • ટીવી પરદા પર પણ મોદી ચહેરો નંબર વન

એપ્રિલ માસમાં તમામ ચેનલોમાં મોદી 722 કલાક દેખાયા : મોદી-રાહુલની રેલી લગભગ સરખી પણ મોદીને 722 કલાકનું અને રાહુલને 251 કલાકનું કવરેજ મળ્યું : અમીત શાહ 123 કલાક, પ્રિયંકા 84 કલાક દેખાયા: એડ.માં ભાજપે પાન મસાલાને પણ પાછળ રાખી દીધું

Advertisement

નવી દિલ્હી: દેશમાં લોકસભા ચૂંટણી જેટલી ભૂમિ પર લડાઈ તેટલી જ ટેલીવીઝનના પરદા પર પણ લડવામાં આવી હતી. બાકી કહો કે જમીન લડાઈ સંજય દ્રષ્ટીની જેમ ટેલીવીઝન પરદા પર સતત રજુ થતા હતા અને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધુ દેખાતો ચહેરો બની ગયો છે અને તા.1 એપ્રિલથી 28 એપ્રિલ સુધીમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 722 કલાક ટીવી પર નજરે ચડયા તો રાહુલ ગાંધીને ફકત 251 કલાકનો એરટાઈમ મળ્યો હતો. મોદી 28 દિવસમાં વિવિધ ચેનલોમાં કુલ 722 કલાક દેખાયા હતા. મોદીએ આ ગાળા દરમ્યાન 64 રેલી સંબોધી હતી તો રાહુલ ગાંધીએ 65રેલી સંબોધી. આમ રેલીઓને સંબોધનમાં બન્ને નેતાઓ લગભગ સમાન જ હતા પરંતુ ‘કવરેજ’ની દ્રષ્ટીએ મોદી અનેક ગણા આગળ વધી ગયા હતા. દેશની ટોચની 11 હિન્દી ચેનલો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દબદબો રહ્યો હતો. બ્રોડકાસ્ટ- ઓડીયન્સ રીસર્ચ કાઉન્સીલના આંકડા મુજબ 722 કલાક 25 મીનીટ અને 45 સેક્ધડનો સમય મોદીને ફાળવાયો હતો અને રાહુલને 251 કલાક 36 મીનીટ અને 43 સેક્ધડનો સમય ફાળવાયો તો ભાજપને રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહને 123 કલાક 39 મીનીટ અને 45 સેક્ધડ કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીને 84 કલાક 20 મીનીટ અને 5 સેક્ધડનો સમય ફાળવવામાં આવ્યો હતો. વિશ્ર્લેષક કહે છે કે મોદી આજે પણ ટીઆરપી મેળવવામાં નંબર વન છે. તેઓનો વારાણસી રોડ-શો સાડા ત્રણ કલાક સુધી ચેનલોએ દર્શાવીને એક જ કાર્યક્રમનો આ વર્ષનો નવો રેકોર્ડ બનાવ્યો છે તો અભિનેતા અક્ષયકુમારનો મોદીનો ઓફબીટ ઈન્ટરવ્યુ લગભગ તમામ ચેનલોએ એક જ સાથે બનાવવો જે 1.70 કરોડ લોકોએ નિહાળ્યો હતો. તે અગાઉ મોદીનો વર્ષ અગાઉનો લંડનમાં જે લાઈવ શો પ્રસૂન જોષી સાથે મે લીધેલા ઈન્ટરવ્યુ સાથ પ્રસારીત થયો તે 2.50 કરોડ લોકોએ તે નિહાળ્યો હતો.
મોદીના સ્વતંત્રતા દિનના ભાષણને સૌથી વધુ પ્રસારણ મળે છે. 2018માં 147 ચેનલો પર 12.1 કરોડ લોકોએ નિહાળ્યું હતું. વાસ્તવમાં પીએઈની મુલાકાતો પણ ટીઆરપી વધારી છે તો ગત વર્ષ નવેમ્બરની ટીવી ચેનલો પરથી એડ.માં પાન મસાલાની એડ. કરતા ભાજપની એડ. વધી ગઈ હતી અને નેટફલીકલ તથા ટ્રીવાગોની એડ તેના બાદ આવે છે.


Advertisement