ગોંડલના હડમતાળા ગામે મંડળી દ્વારા પશુપાલકોનું દૂધ ખરીદવાનું બંધ કરાતા રોષ

15 May 2019 11:41 AM
Gondal Rajkot

પગલા નહીં લેવાય તો માલઢોર સાથે આંદોલન છોડવાની ચિમકી

Advertisement

ગોંડલ તા.1પ
ગોંડલ તાલુકાના હડમતાળા ગામે રહેતા લીલાભાઈ ભરવાડ, જીવણભાઈ ભરવાડ, દિનેશભાઈ તેમજ માવજીભાઈ સહિતના પશુપાલકોને હડમતાળા દુધ સહકારી મંડળી દ્વારા વહાલા-દવલાની નીતિ રાખી દુધ ખરીદવાનું બંધ કરાતા ઉપરોક્ત પશુપાલકો દ્વારા ગોંડલ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં જણાવ્યું હતું કે વર્તમાન વર્ષમાં દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થવા પામી છે અને આવા કપરા સમયમાં દૂધ મંડળી દ્વારા દરરોજનું 1000 લીટર દૂધ ખરીદવાનું બંધ કરાતા પશુપાલક અને આર્થિક નુકશાની વેઠવી પડી રહી છે. જો આ અંગે તાકીદે પગલાં લેવામાં નહીં આવે તો પશુપાલકો દ્વારા ત્રણ દિવસમાં ગોંડલ પ્રાંત કચેરી પાસે માલ ઢોર સાથે આંદોલન છેડવામાં આવશે અને જેની સંપૂર્ણ જવાબદારી સરકારી તંત્રની રહેશે તેમજ હડમતાળા દુધ સહકારી મંડળી માં છેલ્લા વિશ્વ વર્ષથી કોઈપણ પ્રકારની ચૂંટણી યોજાયેલ નથી અને પશુપાલકોને સભ્ય તરીકે પણ લેવામાં આવી રહ્યા નથી તો આ અંગે પણ તપાસ હાથ ધરાઇ તેવી માંગ કરી હતી.


Advertisement