ગોંડલમાં વિપ્ર વૃઘ્ધાના ગળામાંથી 90 હજારના સોનાના ચેનની ચીલઝડપ

15 May 2019 11:36 AM
Gondal

પોલીસે માત્ર જાણવા જોગ નોંધ કરી : બે ચીલઝડપખોરને દબોચી લેવા માટે પગલા નહી લેવાતા ઉગ્ર રોષ

Advertisement

ગોંડલ તા.15
ગોંડલના યોગીનગરમાં રહેતાં વિપ્ર વૃધ્ધાનાં ગળામાંથી બાઇક ઉપર ધસી આવેલાં બે શખ્સો એ સોનાના ચેન ની ચીલઝડપ કરી જતાં વૃધ્ધા એ ગભરાઈ જઇ બુમાબુમ કરતાં લોકો એકઠાં થઇ ગયાં હતાં પરંતુ ચીલઝડપખોર નાશી છુટવાં માં સફળ રહ્યા હતાં.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ યોગીનગર ખિજડાવાળી શેરીમાં રહેતાં નિવૃત પ્રોફેસર જે.ડી.જોશી નાં પત્ની દેવયાનીબેન (ઉ.65) સવારે સાડાઆઠ કલાકે રોજીંદા ક્રમ મુજબ ઘરની બહાર ગાય ને રોટલી ખવરાવી રહ્યાં હતાં ત્યારે બાઇક ઉપર ધસી આવેલાં બે શખ્સો એ દેવયાનીબેન કંઇ સમજે તે પહેલાં ગળાં માં પહેરેલ નેવું હજાર ની કિંમત નાં ત્રણ તોલા નાં ચેન ને ઝુંટવી પલવારમાં કપુરીયાપરા તરફ નાશી છુટયાં હતાં. અચાનક બનેલી ઘટનાંથી દેવયાનીબેન હેબતાઈ ગયાં હતાં.
આ બનાવ અંગે પોલીસ માં જાણ કરાંતા પોલીસે જાણવાં જોગ નોંધ કરી હતી.પરંતું કોઇ તપાસ હાથ ધરી નાં હોય રોષ ફેલાવાં પામ્યો છે.યોગીનગર માં છેલ્લાં પંદર દિવસ માં ચીલઝડપ નો ત્રીજો બનાવ બન્યો હોય લોકો અસલામતી અનુભવી રહ્યાં છે.


Advertisement