ગોંડલના કમઢીયા પાસે કેરી ભરેલી બોલેરો પલ્ટી મારી રોડ નીચે ખાબકતા એકનું મોત

15 May 2019 11:35 AM
Gondal Crime Rajkot
  • ગોંડલના કમઢીયા પાસે કેરી ભરેલી બોલેરો
પલ્ટી મારી રોડ નીચે ખાબકતા એકનું મોત

અન્ય ચારને સામાન્ય ઇજા : ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત

Advertisement

(જીતેન્દ્ર આચર્ય) ગોંડલ તા.15
તાલુકાનાં કમઢીયા પાસે ઉના થી કેરી ભરી ગોંડલ આવી રહેલ બલેરો પીકઅપવાન પલ્ટી મારી જતાં દબાઈ જવાથી બલેરોનાં માલીક ઉના તાલુકા નાં ગોઠા ગામનાં પિઠુભાઇ જાલમસિંહ ગોહીલ નું મોત નિપજ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગોઠા રહેતાં પિઠુભાઇ ગોહિલ ઉ.26 પોતાની ૠઉં13 દ 4400 નંબર ની બલેરોવાન માં કેરી ભરી ગોંડલ યાડઁ માં વેંચાણ માટે ઉના થી મોડીરાત્રે નિકળી ગોંડલ આવી રહયાં હતાં ત્યાંરે વહેલી સવારે 3 કલાકે કમઢીયા ગામ પાસે બલેરો ચાલકે કાબું ગુમાવતાં પુરપાટ દોડી રહેલ બલેરો પલ્ટી મારી રોડ નીચે ખાબકતાં બલેરો ઉપર બેઠેલાં પિઠુભાઇ નું દબાઈ જવાથી કરુણ મોત નિપજ્યું હતું.બલેરો માં અન્ય ચાર વ્યક્તિ બેઠેલી હોય અકસ્માત માં સામાન્ય ઇજા થવાં પામી હતી. ત્રણ ભાઇ,બે બહેનો નાં પરીવાર માં મૃતક પિઠુભાઇ અપરણિત હતાં.બનાવ અંગે તાલુકા પોલીસ નાં વિપુલ ગુજરાતી એ તપાસ હાથ ધરી છે.


Advertisement