મરવાનુ પસંદ કરીશ પણ મોદીના માતા-પિતાનુ કયારેય અપમાન નહીં કરૂ: રાહુલ

15 May 2019 11:23 AM
India Politics
  • મરવાનુ પસંદ કરીશ પણ મોદીના માતા-પિતાનુ કયારેય અપમાન નહીં કરૂ: રાહુલ

મોદી ભલે મારા પરિવાર વિશે ‘બેફામ’ બોલે પોતે કયારેય અપમાન નહીં કરે: કોંગ્રેસ અધ્યક્ષ

Advertisement

નવી દિલ્હી તા.15
લોકસભા ચૂંટણીના અંતિમ તબકકાનો પ્રચાર પરાકાષ્ટાએ છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એમ કહ્યું હતું કે પોતે મરવાનું પસંદ કરશે પરંતુ કયારેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા-પિતા વિરુદ્ધ નહીં બોલે કે અપમાનજનક વિધાનો નહીં કરે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના પિતા અને પુર્વ સ્વ. વડાપ્રધાન રાજીવં ગાંધી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને ‘ભ્રષ્ટાચારી નંબર-1’ ગણાવતા રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ ઉજજૈન ખાતેની જાહેરસભામાં એમ કહ્યું કે પોતે કયારેય મોદીના માતાપિતા વિશે અપમાનજનક વિધાનો નહીં કરે.
રાહુલ ગાંધીએ કહ્યું કકે પોતે કોઈને ધિકકારતા નથી પરંતુ મોદી જ મારા પિતાનું અપમાન કરે છે. તેઓ મારા દાદા-દાદીનુ પણ અપમાન કરે છે. પરંતુ પોતે કયારેય મોદીના પરિવાર કે માતાપિતા વિશે ઘસાતુ નહી બોલે. હું મરવાનું પસંદ કરીશ પરંતુ મોદીના માતાપિતાનું અપમાન નહીં કરે. કાકરણ કે પોતે સંઘ કે ભાજપનો માણસ નથી. કોંગ્રેસની વ્યક્તિ છે.
કોંગ્રેસ અધ્યક્ષે ચૂંટણી પ્રચારમા એમ કહ્યું કે વડાપ્રધાન મોદી ખેડુતોની આત્મહત્યા, બેરોજગારી, ભ્રષ્ટાચાર જેવા પાયાના પ્રશ્ર્નો વિશે બોલતા નથી. પરંતુ કેરી તોડવા જેવા વિધાનો કરે છે. વાદળો વિશે મોદીની ટીપ્પણીની પણ આકરી ટીકા કરી હતી.
ખેડુતોની લોનમાફીનું વચન કોંગ્રેસે પૂર્ણ કર્યુ છે તેની સામે મોદી ખોટા સવાલ ઉઠાવે છે. વાસ્તવમાં મધ્યપ્રદેશના પુર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણના પરિવારે પણ લોનમાફીનો લાભ મેળવ્યો છે. કોંગ્રેસ સતા પર આવ્યા બાદ લોન નહીં ભરનારા એકપણ કિસાનની ધરપકડ થઈ નથી.


Advertisement