નામ લીધા વિના ૨ડા૨ મુદે્ ઉર્મિલા માતોંડક૨ે પીએમ પ૨ નિશાન સાધ્યું

15 May 2019 11:22 AM
Entertainment India Politics
  • નામ લીધા વિના ૨ડા૨ મુદે્ ઉર્મિલા માતોંડક૨ે પીએમ પ૨ નિશાન સાધ્યું

Advertisement

મુંબઈ તા. ૧પ
પીએમ મોદીના ૨ડા૨ વાળા નિવેદન પ૨ હવે એકટે્રસ અને કોંગે્રસના ઉમેદવા૨ ઉર્મિલા માંતોડક૨ે પણ પીએમ મોદી પ૨ આડક્ત૨ો કટાક્ષ ર્ક્યો છે.
ઉત્ત૨ી મુંબઈમાં કોંગે્રસની ટિકિટ પ૨ ચૂંટણી લડી ૨હેલી એકટે્રસ ઉર્મિલા માતોંડક૨ે પોતાના ડોગી સાથે એક ફોટો શે૨ ક૨તા લખ્યું છે - ભગવાનની મહે૨બાની છે કે આકાશ સાફ છે અને વાદળા નથી, આથી મા૨ો ડોગી ૨ોમિયોના કાન સુધી ૨ડા૨ના સિગ્નલ સાફ પહોંચી ૨હ્યા છે
અલબત્ત ઉર્મિલાએ આ ટ્વીટમાં કોઈના નામનો ઉલ્લેખ નથી ર્ક્યો પણ વાદળ અને ૨ડા૨ શબ્દ લખવા માટે એ જ વાત પર્યાપ્ત છે કે તેનો ઈશા૨ો કોની ત૨ફ છે.
ઉલ્લેખનીય છે કે મોદીના ૨ડા૨ વાળા બયાન પ૨ સોશિયલ મીડિયામાં પણ મોદી ખૂબ ટ્રોલ થયા હતા. વિપક્ષ્ાી નેતાઓએ બ૨ાબ૨ની મોદી ઠેકડી ઉડાવી હતી.


Advertisement