અમિત શાહના રોડ-શોની હિંસા બાદ મોદી આજે પ.બંગાળમાં

15 May 2019 11:18 AM
India Politics
  • અમિત શાહના રોડ-શોની હિંસા બાદ મોદી આજે પ.બંગાળમાં
  • અમિત શાહના રોડ-શોની હિંસા બાદ મોદી આજે પ.બંગાળમાં

ભાજપના સમર્થકો યુનિ. કેમ્પસમાં ઘુસી ગયા: વિદ્યાસાગરના દિન ખત્મ હાઉ ધ જોશના નારા:ડાયમંડ હાર્બરમાં સભા: ભારે સુરક્ષા: અમિત શાહને રોડ-શો પડતો મુકવો પડયો: રાત્રીના હિંસામાં વિદ્યાસાગરની પ્રતિમા તોડાતા પ.બંગાળમાં તનાવ:કોલકતામાં હોટેલ-ગેસ્ટહાઉસ પર પોલીસના દરોડા: ભાજપ કાર્યકર્તાઓ પર ધોસ:મમતા મધરાતે રોડ પર ફર્યા: ભાજપે ટ્રેન ભરીને ગુંડાઓ મોકલ્યા છે: આક્ષેપ:પ.બંગાળમાં સંઘ ભાજપના 12 વધુ અગ્રણીઓનો પડાવ છે:આસામ, ત્રિપુરા, ઓડીશા ભાજપ-સંઘના આગેવાનોને મીશન ચેઈન્જ સોંપાયું હતું:મમતા પર પ્રચાર પ્રતિબંધ મુકો: ભાજપ ચૂંટણી પંચમાં:મમતા-તૃણમુલના કાર્યકર્તાઓના ધરણા

Advertisement

કોલકતા: દેશની લોકસભા ચૂંટણીમાં ઉતરપ્રદેશ બાદના સૌથી મોટા રણમેદાન જેવા બની ગયેલા પ.બંગાળમાં ગઈકાલે કોલકતામાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અમિત શાહના જબરા રોડ-શો ના અંત સમયે થયેલી હિંસાથી સમગ્ર રાજયમાં જબરો તનાવ વ્યાપી ગયો છે અને એક તરફ આ હિંસાના પગલે ભાજપ અને તૃણમુલ કોંગ્રેસે તેના રાજકારણને વધુ તેજ બનાવ્યું છે. મમતા બેનરજી અને તૃણમુલ કોંગ્રેસ આજે કોલકતામાં ભાજપ પર ગુંડાગર્દીના આરોપ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો ભાજપનું એક પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યું છે અને મમતા બેનરજી પર ચૂંટણી પ્રચારના પ્રતિબંધનો આરોપ મુકયો છે. આજે કોલકતા સહીતના સ્થળોએ ભારે તનાવ છે તે વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજયના 24 પરગણા જીલ્લાના ડાયમંડ હાર્બટમાં સાંજે રેલીને સંબોધન કરશે જેના માટેની સુરક્ષા વધારવામાં આવી છે.
ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની કોલકતા યુનિ.ના માર્ગ પર સાત કિ.મી. લાંબો રોડ-શો કર્યો હતો અને તેમાં કેસરી રંગના શર્ટ, ટી-શર્ટ તથા માથા પર જયશ્રીરામ લખેલા પછી સાથે હજારો યુવકો સામેલ થયા હતા અને અહી કોલકતા યુનિ.ની સામે કોલેજ સ્ટ્રીટ પર હિંસાનો પ્રારંભ થયો હતો તથા તેમાં ભાજપ-તૃણમુલના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારો, લાઠી-દાવ તથા આગજની થયા હતા.
પોલીસ આ હિંસાને કાબુમાં લે તે પુર્વે જ હીંસક ટોળુ વિદ્યાસાગર કેમ્પસથી આગળ વધી ગયો હતો.
ધ ટેલીગ્રાફના રીપોર્ટ મુજબ ભાજપના ટેકેદારો કોલેજ કેમ્પસમાં ઘુસી ગયા હતા અને અહી બંગાળના શિક્ષણ સુધારક ઈશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા પણ તોફાની તત્વોએ તોડી હતી અને તેમાં ટોળાએ વિદ્યાસાગર કે હાઉ ધ જોશના નારા પણ લગાવ્યા હતા. આ હિંસા થતા જ અમિત શાહને સુરક્ષિત કરવા રોડ-શો પુરો કરાયો હતો. ઠેરઠેર આગજની તોડપોડના દ્રશ્યો હતા. અમિત શાહના રોડ-શોમાં 15000 લોકો સામેલ હતા. અહી તૃણમુલ કાર્યકર્તાઓ કાળા ઝંડા સાથે ઉભા રહ્યા હતા
તેને રોકવા ભાજપના કાર્યકર્તાઓએ તેના બેનર ઉંચા રાખ્યા હતા.
અહી રોડ-શો પર પથ્થરમારો થયો તો આનો જવાબ અપાયો હતો અને અમીત શાહે રોડ-શો ટુકાવીને એરપોર્ટ પરત ગયા હતા. અમિત શાહ રોડ-શો બાદ સ્વામી વિવેકાનંદના પૌરાણીક આવાસે જવાના હતા તે કાર્યક્રમ રદ થયો હતો અને સાત કિમીનો રોડ-શો પાંચ કી.મી. બાદ પુરો કરાયો હતો.કોલકતા: પ.બંગાળના પાટનગર કોલકતામાં ગઈકાલના અમિત શાહના રોડ શો બાદ મમતા બેનરજી મધરાતે રોડ પર ઉતરી આવ્યા હતા અને તેઓએ ઘાયલોને મળ્યા હતા તથા રાજસ્થાન, બિહાર, ઝારખંડની ટ્રેનોમાં ભાજપના ગુંડાઓ આવ્યા છે અને તેઓએ આ તોફાન કરાવ્યા હોવાનો આરોપ મુકયો છે તો બીજી તરફ ગઈકાલે કોલકતા પોલીસે શહેરના ગેસ્ટહાઉસ તથા અનેક સ્થળોએ દરોડા પાડીને અહી દેશભરમાંથી ભાજપના કાર્યકર્તાઓ રોકાયા છે. તેઓને તાત્કાલીક કોલકતા છોડી જવા માટે આદેશ આપીને રેલ્વે સ્ટેશન ભરી રવાના કરવાનું શરૂ કર્યુ છે. મમતાએ આરોપ મુકયો કે ભાજપે પ.બંગાળમાં કરોડો રૂપિયાના ભંડોળ સાથે અહીં હિંસા, ભાગલા માટે મોકલ્યા છે.નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં પ.બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ પાસેથી અડધી બેઠકો ખુચવવા ભાજપે મીશન ચેઈન્જ વાસ્તવમાં લાંબા સમયથી અમલી બનાવી દીધું હતું અને વડાઉ ઉતરપુર્વના રાજયોમાં ભારતને મહત્વની સફળતા અપાવનાર પક્ષના મહામંત્રી રામ માધવને જવાબદારી સોંપવામાં આવી હતી તથા બંગાળી કલ્ચર જાણતા ઉતર પુર્વના અને પાડોશી રાજયના આર.એસ.એસ. ભાજપના કાર્યકર્તાઓને પણ પ.બંગાળમાં લાંબા સમયથી કેશ કરીને બુથ વચ્ચે રહેવા જણાવાયુ હતું. આસામ-ઓડીશા તથા ત્રિપુરાના સંઘના નેટવર્કનો અહી પુરો ઉપયોગ કરાયો છે. ઉપરાંત મોદી સરકારના લગભગ બે ડઝન મંત્રીઓ સતત પ.બંગાળની મુલાકાત લેતા હતા. રામ માધવ ઉપરાંત આસામના નાણામંત્રી હિમેના બિશ્ર્વા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ દેવધર- કેન્દ્રીય મંત્રી ધરમેન્દ્ર પ્રધાન ઓડીશાના મહામંત્રી અમૃતા ચક્રવર્તી પણ છ માસથી બંગાળમાં કેમ્પ કર્યા છે.
દરેકને બંગાળના અલગ અલગ ક્ષેત્રની જવાબદારી સોંપાઈ હતી.નવી દિલ્હી: કોલકતામાં કાલે ભાજપના રાષ્ટ્રીય નેતા અમીત શાહના રોડ-શો સમયે થયેલી હિંસા બાદ ભાજપનું એક પ્રતિનિધિમંડળ સંરક્ષણમંત્રી નિર્મલા સિતારામનના નેતૃત્વમાં ચૂંટણી પંચ સમક્ષ પહોંચી ગયું છે અને કોલકતામાં અને પ.બંગાળમાં વિપક્ષને પ્રચાર કરવા દેવાતો નથી. તેથી અહી અર્ધલશ્કરી દળોને જ ચૂંટણી વ્યવસ્થા સોંપવા મુખ્યમંત્રી મમતા બેનરજીના ભડકામણા ભાષણનો હવાલો આપીને તેના પર ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધની માંગકરી છે તો બીજી તરફ મમતા બેનરજી આજે કોલકતામાં ધરણા યોજી રહી છે. તૃણમુલ કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ દિલ્હીમાં ચૂંટણીપંચને મળ્યું હતું અને ભાજપની ગુંડાગીરી વિરુદ્ધ રજુઆત કરી હતી. કોલકતામાં તૃણમુલ કોંગ્રેસ ઈશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરની તસ્વીર સાથે પ્રદર્શન કર્યા છે.


Advertisement