રોકાણ-ધંધામાં પણ દીપિકા પદુકોણ અવ્વલ

15 May 2019 11:08 AM
Business Entertainment
  • રોકાણ-ધંધામાં પણ દીપિકા પદુકોણ અવ્વલ

સેલીબ્રીટીઝની કમાણી એટલી બધી હોય છે કે તેમને પૈસા ઠેકાણે પાડવાનો સવાલ સતાવતો રહે છે. બોલીવુડ અભિનેત્રી કમાણીની દ્દષ્ટીએ મોખરાની મહિલા છે. હવે તે સ્ટાર્ટસ-અપ જેવી કંપનીઓમાં પૈસા રોકી બ્રાન્ડ એન્ડોર્સ કરવાથી આગળ વધી છે.

Advertisement

બેંગાલુરુ: બેડમીન્ટન અને બાદમાં બોલીવુડમાં કાઠું કાઢનારી એકટર દીપિકા પદુકોણ રિટેલ ક્ધઝયુમ કેન્ડી સ્ટાર્ટ-અપ્સમાં સક્રીય રોકાણકાર તરીકે આગળ આવી રહી છે. કે એ એન્ટરપ્રાઈઝ સ્થાપ્યાના 18 મહિના પછી કંપનીએ ઓનલાઈન ફર્નિચર હેન્ડલ પ્લેટફોર્મ ફર્સેન્કો અને બ્યુટી પ્રોડકટ માર્કેટપ્લેસ પર્પલ જેવા સ્ટાર્ટઅપ્સમાં નાણાં રોકયા છે. કે એ એન્ટરપ્રાઈઝ પદુકોણની ફેમીલી ઓફીસનું પણ સંચાલન કરે છે. દીપિકા પદુકોણની કંપનીએ ફ્રેંચ ફુડ પ્રોડકટસ જાયન્ટ ડેનોનના પીઠબળવાળા યોગર્ટ મેકર- એપીગેનિયામાં પણ છેલ્લે રોકાણ કર્યું છે.
મીંત્રાની ભાગીદારીમાં પદુકોણ એપેરલ પ્રાઈવેટ લેવલ ઓલ અલાઉટ યુની સહ માલિકણ છે, પણ સ્ટાર્ટઅપ્સમાં તેના અન્ય રોકાણો અત્યાર સુધી બહાર આવ્યા નથી.
પુર્વ ઈન્વેસ્ટમેન્ટ બેંકર નીતિન કંચન કેએ એન્ટરપ્રાઈસીસના સીઈઓ છે અને એકટર વતી આવા રોકાણ સંભાળે છે.
સામાન્ય રીતે હાઈનેટવર્થ વ્યક્તિઓ જાણીતી એસેટસમાં રોકાણ કરતી હોય છે, પણ પદુકોણનું રોકાણ મુડી આપવાની વિશેષ છે. એકટરની કંપની અગત્યના નિર્ણયોમાં કંપનીઓ સાથે મળી કામ કરે છે.
વિદેશમાં રહેલા ભારતીયોમાં પદુકોણની બ્રાન્ડનો ઉપયોગ કરવાનો વિકલ્પ પણ કેએ એન્ટરપ્રાઈઝ આપે છે.
કંચનના જણાવ્યા મુજબ આ એક અનોખો બિઝનેસ વિચાર છે. સેલીબ્રીટીના ચહેરાથી આગળ જવા પ્રયાસ છે. સહયોગ કરનારી કંપનીઓને પદુકોણની બ્રાન્ડ, પદુકોણની મૂડી અને બીઝનેસની સમજણ મળે છે. અન્ય પારિવારિક રોકાણમાં તમને આ ત્રણેય સ્તંભો નહીં મળે. મગનું નામ મરી પાડયા વગર કંચને જણાવ્યું હતું કે આ કરોડો રૂપિયાનો ગંભીર ખેલ છે.
ફોર્બ્સમાં ટોચના પાંચ હાઈએસ્ટ અર્નિંગ સેલીબ્રીટી લિસ્ટમાં પદુકોણ એક માત્ર મહિલા હતી. અશ્ટન કુએર, જેસિકા આલ્બા, જે ઝેડ, ટુ-ર ફ્રન્ટમેન બોનો અને એડવર્ડ નોર્ટન જેવી હોલીવુડ સેલીબ્રીટીઝની જેમ દીપિકાએ પણ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે.
પદુકોણની રોકાણ આગળ નહી આવવાનું કારણ એ છે કે અન્ય નાણાકીય રોકાણકારની જેમ તે કંપનીમાં કેશ ઠાલવે છે.

સ્ટાર્ટઅપ્સને સ્ટાર સપોર્ટ
2018માં પદુકોણની આવક રૂપિયા 113 કરોડ હતી.
* એમ.એસ.ધોની, આમીર ખાન અને રણવીરસિંહ જેવા સલીબ્રીટીઝની યાદી કરતાં પદુકોણ આગળ છે.
* માત્ર પદુકોણ અને વિરાટ કોહલી 2018માં 10 કરોડ ડોલરથી વધુની બ્રાન્ડ વેલ્યુ ધરાવતા હતા.
* વેન્ચર કેપીટલ ફર્મ્સથી વિપરીત પદુકોણનું રોકાણ સમયબદ્ધ એકઝીટના દબાણમાં નથી.
* નવેમ્બર 2018 સુધીમાં દીપિકાએ 21 પ્રોડકટ બ્રાન્ડ એન્ડોર્સ કરી હતી.


Advertisement