અજય દેવગન હવે તમાકુ પ્રોડકટ્સને એન્ડોર્સ નહીં કરે

15 May 2019 11:06 AM
Entertainment
  • અજય દેવગન હવે તમાકુ પ્રોડકટ્સને એન્ડોર્સ નહીં કરે

Advertisement

કેન્સર પેશન્ટ ફેનની અરજ બાદ અજય દેવગને ખાતરી આપી છે કે તે એવી કોઈ પ્રોડકટ્સને એન્ડોર્સ નહીં કરે જેમાં ટેબેકો હોય, રાજસ્થાનમાં રહેતા 40 વર્ષના નાનકરામે થોડા સમય પહેલા જ જાહેરમાં અજય દેવગનને અપીલ કરી હતી કે તે સમજન કલ્યણ માટે ટોબેકો પ્રોડકટ્સને એન્ડોર્સ ન કરે.
એ દરદીના પરિવારે જણાવ્યુ હતું કે અજય દેવગન જે પ્રોડકટસની એડવર્ટાઈઝ કરતો હતો એ પ્રોડકટ્સ તે ખાતો હતો. જેને કરણે તે કેન્સરનો ભોગ બન્યો છે.
આ તમમ બાબત જાણ્યા બાદ નાનકરામ સાથે સતત કોન્ટ્રેકટમાં હોવાની વાત જણાવતા અજય દેવગને કહ્યું હતું કે મેં હંમેશા મારા કોન્ટેકટમાં એ વાત જણાવી છે કે હું કદી પણ ટબેકોને પ્રમોટ નહીં કરું.
મેં જે પણ એડ કરી છે એ બધી એલચીની છે અને મારા કોન્ટ્રેકટમાં લખ્યું છે કે એ બધુ નોન ટબેકો છે. એથી એવું બની શકે કે એ કંપની કંઈ બીજું વેચતી હોય. ખબર નથી કે એમં હું કરી શકું.

અજય કયાં ઉપડયો?
અજય દેવગન ગઈકાલે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તેની સાથે તેનો દિકરો યુગ પણ હતો. તેઓ ‘દે દે પ્યાર દે’ના પ્રમોશન માટે જઈ રહ્યા હતા.


Advertisement