ફેસબુકને મહાત કરતી ટીકટોક

15 May 2019 11:04 AM
India Technology
  • ફેસબુકને મહાત કરતી ટીકટોક
  • ફેસબુકને મહાત કરતી ટીકટોક

ભારતના મેદાન-એ-જંગમાં પ્રથમ રાઉન્ડમાં ; 2019ના પ્રથમ કવાર્ટરમાં ચાઈનીઝ સ્ટાર્ટઅપ બાઈટડાન્સની માલિકીની ટીકટોક વિશ્ર્વમાં ડાઉનલોડ કરાયેલી એપ્લીકેશન્સની દ્દષ્ટિએ ફેસબુકથી આગળ રહી હતી. 18.8 કરોડ ડાઉનલોડમાં ભારતનો હિસ્સો 47% હતો

Advertisement

બેંગાલુરુ: ફેસબુક અને ચાઈનીઝ હરીફ ટીકટોક વચ્ચે ભારતમાં પ્રભુત્વ મેળવવા ઉગ્ર જંગ ખેલાઈ રહ્યોછે. ખાસ કરીને યુવાનો, પહેલી વખત ઈન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોને ખેંચવા બન્ને સ્પર્ધકો ગળાકાપ હરીફાઈ કરી રહ્યા છે.
ચીનએ પોતાના દેશમાં ફેસબુક બ્લોક કરી છે, અને એથી અમેરિકી સોશ્યલ મીડીયા જાયન્ટ માટે વૈશ્ર્વિક પ્રભુત્વ જાળવી રાખવા યંગ ભારતીયોને ખેંચવા જરૂરી છે.
ચાઈનીઝ સ્ટાર્ટઅપ બાઈટડાન્સની માલિકીની ટીકટોક 2019ના પ્રથમ કવાર્ટરમાં વિશ્ર્વમાં સોશ્યલ નેટવર્કીંગ એપ્લીકેશન ડાઉનલોડ કરાયાની બાબતમાં ફેસબુકથી આગળ રહી હતી. આ એપ 18.8 કરોડ વાર ડાઉનલોડ થઈ હતી, અને એમાં 47% હિસ્સો ભારતનો હતો.
17.6 કરોડ ડાઉનલોડ સાથે ફેસબુક બીજા ક્રમે હતી. એમાં ભારતનો હિસ્સો 21% હતો. 2018ના અંતે ફેસબુક વિશ્ર્વમાં સૌથી વધુ ડાઉનલોડેડ એપ્લીકેશન હતી. યાદ રહે કે ફેસબુકનો ઉપયોગ ડેસ્કટોપ પર વ્યાપક પ્રમાણમાં થાય છે. ટીકટોકએ જણાવ્યું હતું કે ભારતમાં ઈન્ટરનેટમાં સાથે જોડાનારા 20થી40 કરોડ લોકો ટીકટોકનો પ્રથમ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ તરીકે અનુભવ કરશે.
તે તેમના જીવનની ખાસ પળો મિત્રો અને પરિવાર સાથે જ નહીં, સરખો રસ ધરાવતા વૈશ્ર્વિક ઓડીયન્સ સાથે પણ શેર કરી શકશે.
ભારતમાં ફેસબુકના 30 કરોડ યુઝર્સ છે, જયારે ટીકટોકના 20 કરોડ એ પૈકી 12 કરોડ માસિક ધોરણે સક્રીય છે. ભારતમાં 2020 સુધીમાં 67% ઈન્ટરનેટ યુઝર્સ 35 વર્ષથી નીચેના હશે.
ટીકટોકથી ફેસબુકને તત્કાળ ખતરો નથી, પણ બન્ને માટે ભારતમાં યુવા ઈન્ટરનેટ યુઝર્સને ખેંચવા મહત્વના છે.
ડિજીટલ મીડીયા ગ્રુપ એમના વાઈસ પ્રેસીડેન્ટ શેખર શર્મા કહે છે કે ભારતની 50% વસતી 25 વર્ષથી ઓછી હોઈ, ઓનલાઈન વિડીયો અને શોર્ટ-વિડીયો પ્લેટફોર્મ વધી રહ્યા છે. ટીકટોક અગ્રણી સોશ્યલ વિડીયો એપ બની છે. પરંતુ એ ખાસ શોર્ટ-ફોર્મ વિડીયો કેટેગરીની હોઈ, ફેસબુક સામે કોઈ ખતરો નથી.
ટીકટોકએ તાજેતરમાં ભારતમાં તેની કામગીરીને રોકડી કરવાની શરૂઆત કરી છે. પેપ્સી, સ્નેપડીલ, મીંત્રા, શાદીડોટકોમ, શોપકલુસ જેવી અગ્રણી બ્રાન્ડ પ્લેટફોર્મ પર કતાર લગાવી રહી છે. મદ્રાસ હાઈકોર્ટે હંગામી પ્રતિબંધ મુકવા છતાં તેની લોકપ્રિયતાને કોઈ અસર થઈ નથી.
સેન્સર ટાવર ડેટા મુજબ એપ સ્ટોર અને ગુગલ પ્લે સ્ટોરમાં ફેસબુકની તમામ એપના વૈશ્ર્વિક ડાઉનલોડમાં ભારતનો હિસ્સો 2018માં 24.9% છે. બે વર્ષ પહેલા આ આંકડો 11.8% હતો.
ગત વર્ષે ફેસબુકએ ટીકટોકની સ્પર્ધા કરવા શોર્ટ વિડીયો બનાવવા યુઝર્સને સુવિધા આપતી લેસો એપ રિલીઝ કરી હતી.
ભારતમાં ટીકટોકના અસાધારણ ગ્રોથમાંથી ઘડો લઈ ફેસબુકએ તેના મ્યુઝીકનો વિડીયો, મેસેજીસ, સ્ટોરી અને ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર ક્રિએટીવ ક્ધટેન્ટ બનાવવા ટોચની બ્રાન્ડસ સાથે ટાઈઅપ કર્યું હતું.


Advertisement