ભારતમાં 50% લોકોને હાઈબ્લડપ્રેસરના નિદાનની ખબર જ નથી: માત્ર 13% જ ટીકડા ખાય છે

15 May 2019 10:59 AM
Health India
  • ભારતમાં 50% લોકોને હાઈબ્લડપ્રેસરના નિદાનની ખબર જ નથી: માત્ર 13% જ ટીકડા ખાય છે

માત્ર 8% દર્દીઓ જ હાઈપર ટેન્શન કંટ્રોલ કરી શકયા છે

Advertisement

નવી દિલ્હી તા.4
ભારતીયોમાં હાઈપરટેન્શનની બીમારી ઝડપથી વધતી હોવા છતાં આ બાબતે જાગૃતિ, નિદાન અને સારવારના કેસો ઓછા છે. વાસ્તવમાં, હાઈપરટેન્શનના 50%થી વધુ લોકો બીમારીના નિદાનથી અજાણ છે, અને દર 7માંથી એકથી પણ ઓછી વ્યક્તિ (13%) બ્લડ પ્રેસર ઘટાડતી દવા લે છે. દર 10માંથી એક (8%) એ ઉંચા રકતચાપ પર કંટ્રોલ મેળવ્યો છે.
એક અભ્યાસમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારો તથા જુદા જુદા રાજયો વચ્ચે હાઈપરટેન્શનના મેનેજમેન્ટમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો હતો. છતીસગઢમાં સૌથી ઓછી (82.1%) અને પુડુચેરીમાં સૌથી વધુ (80%) જાગૃતિ જોવા મળી હતી.
શહેરી વિસ્તારોમાં 47.9% હાઈપરસેન્સીટીવ લોકોને તેમની હાલતની ખબર હતી, અને માત્ર 14.9%ને ટ્રીટમેન્ટ મળી હતી. ગામડામાં માત્ર 42.5%ને બીમારીની ખબર હતી અને 12.3% એ સારવાર લીધી હતી. એમાંના માત્ર 7.7% કાબુ મેળવી શકયા હતા.
આ સંશોધન જર્મનીની હેડસબર્ગ યુનિવર્સિટી, હાર્વર્ડ ટી.એચ.ચાન સ્કુલ ઓફ પબ્લીક હેલ્થ એન્ડ પબ્લીક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડીયા દ્વારા કરવામાં આવ્યો હતો.
અભ્યાસ કહે છે: ભારતમાં હાઈપરટેન્શનનું પ્રમાણ ઉંચુ છે, પણ હાઈપરટેન્શનના નિદાન જાણતા પુખ્તવયના લોકોની સારવાર અને કંટ્રોલ કરી શકનારા લોકોની સંખ્યા ઓછી છે. આ સર્વે તમામ રાજયો અને કેન્દ્રશાસીત પ્રદેશોમાં કરવામાં આવ્યો હતો અને 15થી49 વર્ષના 7,31,864 લોકોને આવરી લેવામાં આવ્યા હતા.


Advertisement