ગીરમાંથી પસાર થતા રેલ્વે-ટ્રેક પર લાગશે હવે સાઉન્ડ સેન્સર

15 May 2019 10:56 AM
Jamnagar Gujarat
  • ગીરમાંથી પસાર થતા રેલ્વે-ટ્રેક પર લાગશે હવે સાઉન્ડ સેન્સર

ફાઈબર બ્રેકસ ટેકનોલોજીનો પહેલીવાર થશે દેશમાં ઉપયોગ

Advertisement

મુંબઈ તા.15
ગીર: છેલ્લા એક વર્ષમાં 14થી વધારે સિંહો રેલવે ટ્રેક પર ટ્રેનની હડફેટમાં આવીને માર્યા ગયા હોવાથી ગીર મોનિટરીંગ કમિટીએ રેલવે ટ્રેક પર ફાઈબર બ્રેકસ લગાવવાનો નિર્ણય લીધો છે. ગીરમાંથી પસાર થતા 47 કિલોમીટરના રેલવે ટ્રેક પર ફાઈબર બ્રેકસ લાગવાને કારણે સિહ કે અન્ય કોઈ જંગલી પ્રાણી ટ્રેક પર આવશે ત્યારે સાઈરન વાગશે, જે દોઢ કિલોમીટર દુર રહેલી ટ્રેનમાં સંભળાશે અને એને લીધે ટ્રેનની ગતિ ધીમી કરવાથી માંડીને ટ્રેનને રોકવા સુધીનું કામ સરળ બનશે. આ નવતર પ્રયોગને કારણે સિંહના મોતનો આંકડો લગભગ નહીંવત થઈ જાય એવું ગીર મોનિટરીંગ કમિટીનું માનવું છે. જુનાગઢ રેન્જના આઈજી સુભાષ ત્રિવેદીએ કહ્યું હતું કે ફોરેસ્ટ અને રેલવે ડિપાર્ટમેન્ટે આ જોઈન્ટ નિર્ણય લીધો છે. ફાઈબર બ્રેકસ ટેકનોલોજી આપણે ત્યાં નવી છે, પણ એનો અમલ જરૂરી છે એટલે આ નિર્ણય લીધો છે.


Advertisement