સૌરાષ્ટ્ર સમાચાર

15 May 2019 10:37 AM
Rajkot Saurashtra
Advertisement

મિતીયાળા અભ્યારણ્યમાં સિંહો અને વન્યપ્રાણી માટે પાણીનાં પોઈન્ટ કાર્યરત
ધારી ગીર પૂર્વના મિતીયાળા અભ્યારણ્યમાં વન્યપ્રાણીઓ અને સિંહોનો વસવાટ છે. ત્યારે ગીર અને જંગલ વિસ્તારમાં હાલ ઉનાળામાં છેલ્લા દિવસોમાં આ વખતે 46 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે ત્યારે ધારી ગીર પૂર્વના ડીસીએફ તેમજ આરએફઓ ભાટીયા અને ફોરેસ્ટર જાદવના માર્ગદર્શન અને સૂચનાથી વનવિભાગ દ્વારા મિતીયાળા અભ્યારણ્ય દ્વારા નવા પાણીના પોઈન્ટ શરૂ કરવામાં આવ્યા છે.
જસદણમાં દલિત સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન
જસદણના દલિત સમાજ પ્રેરિત સમતા સૈનિક દળ જસદણ દ્વારા દિનેશભાઈ બાબુભાઈ પરમાર, રાહુલભાઈ જી ખાણીયા, ડાયાભાઈ દાફડા, રાજેશભાઈ મયાત્રા સહિતના અંદાજે 20 થી 25 જેટલા લોકો દ્વારા જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રાજસ્થાનના અલવરમાં સામૂહિક બળાત્કાર તથા બાવળાના દલિત યુવતી હત્યાકાંડ અને કડી નજીક ના લોર ગામ માં વરઘોડા મુદ્દે 150 દલિત પરિવારનો સામૂહિક બહિષ્કાર સહિતની ઘટનાને વખોડી કાઢી આ તમામ બનાવવામાં દલિત સમાજને ન્યાય આપવા તેમજ કડક અને કાયદેસર કાર્યવાહી કરી તાત્કાલિક પગલા લેવાની માગણી આવેદનપત્રમાં કરવામાં આવી હતી.
જસદણ ઓમકાર સ્કૂલનું વિજ્ઞાન પ્રવાહનું 97.50 ટકા પરિણામ
જસદણ સ્થિત શ્રી ઓમકાર શૈક્ષણિક સંકુલ નું ધોરણ 12 સાયન્સ માર્ચ 2019 નું ઝળહળતું 97.5%પરિણામ આવ્યું છે જ્યારે જસદણ કેન્દ્રનું 82.7% પરિણામ આવ્યું છે શાળાના આ ઉચ્ચ પરિણામમાં બારૈયા રવિ ચતુરભાઈ 98.5 % પી.આર. અને ગુજકેટમાં 97.83 % પી.આર. સાથે શાળામાં ટોપર વિદ્યાર્થી રહ્યા છે. મેટાળીયા ધર્મેશ નારણભાઈ એ ગુજકેટમાં 99. 10 % પી.આર. સાથે ઉચ્ચ પરિણામ મેળવ્યું છે.
ભાવનગરમાં આવેદન અપાયું
ભાવનગર જિલ્લામાં અછતની સ્થિતિને અનુલક્ષીને દરેક ગામમાં ઘાસચારાનું વિતરણ કરવા અને સિહોરમાં કેટલ કેમ્પ શરૂ કરવાની માંગણી સાથે રબારી સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
અમરેલીનાં યુવા અગ્રણી રાજેશ માંગરોળીયાની સ્વામીનારાયણમંદિરનાં ટ્રસ્ટી તરીકે વરણી
વડતાલ તાબાનાં સ્વામિનારાયણ મંદિર જૂનાગઢ ખાતે યોજાયેલ ચૂંટણીમાં અમરેલી જિલ્લાને પ્રતિનિધિ આપતાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, અમરેલીનાં યુવા આગેવાન કર્મનિષ્ઠ સત્સંગી એવા રાજેશભાઈ માંગરોળીયાને સ્વામિનારાયણ મંદિર જૂનાગઢનાં ટ્રસ્ટી તરીકે ઈતિહાસમાં સૌથી નાની વયનાં ટ્રસ્ટી તરીકે નિમણૂંક આપેલ છે. સ્વામિનારાયણ સંપ્રદાયનાં દક્ષિણ દેશનાં વડતાલ પીઠાધિપતિ 1008 મહારાજ શ્રી રાકેશપ્રસાદનાં રાધારમણ મંદિર ટ્રસ્ટ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરનાં નોમીનીની ટ્રસ્ટી તરીકે અમરેલી જિલ્લાને પ્રથમ વખત આચાર્યશ્રીએ પ્રતિનિધિત્વ આપેલ છે. જેમાં યુવા આગેવાન અમરેલીનાં રાજેશભાઈ માંગરોળીયા નિમણુંક કરેલ છે.


Advertisement