દ્વા૨કામાં ગે૨કાયદે ખડકાયેલ દુકાનોની પેશકદમી હટાવતું તંત્ર

15 May 2019 10:20 AM
Jamnagar Saurashtra

ત્રીસ મીટ૨નો ડી.પી. ૨ોડ ખુલ્લો ક૨ાવતી પાલિકા

Advertisement

દ્વારકાના પ્રવેશદ્વાર સમા સનાતન સર્કલ પાસે આવેલ પોલીસ સ્ટેશન તથા પાણીના ટાંકા વચ્ચે આવેલ ગેરકાયદેસર બાંધકામ તથા દબાણો પર આજ દ્વારકા નગરપાલિકા દ્વારા ડીમોલીશન હાથ ધરાયુ હતુ. આશરે પાંચેક દુકાનોને નોટીસ આપ્યા બાદ આ તમામ બાંધકામ દુર કરાયા હતા. આ સાથે આવેલ ગેરકાયદેસર રહેઠાણો ને વધુ સમય મર્યાદા આપવામાં આવી હતી. દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર ડુડીયાના જણાવ્યાનુસાર આ તમામ બાંધકામ દુર કરવા માટે છેલ્લા છ માસથી નોટીસો આપવામાં આવી હતી.અને આ ઇસમોએ નોટીસનું પાલન ન કરાતા પાલિકા દ્વારા હાલ કોમર્શિયલ બાંધકામ દુર કરી જગ્યા ખુલી કરવામાં આવી છે. અને ગેરકાયદેસર રહેઠાણો ને બાંધકામ દુર કરવા વધુ સમય આપવામાં આવેલ છે. આ તમામ દબાણો દુર થતા અહી ત્રીસ મીટરનો ડીપી રોડ બનાવવામાં આવશે. આજે સવારે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસરે પોતાના પાલિકા ના સ્ટાફ, મામલતદાર તથા પોલીસને સાથે રાખી આ દબાણો દૂર કર્યા હતા. ચીફ ઓફિસરે વધુમાં જણાવ્યું હતું કે દ્વારકા યાત્રાધામ હોવાથી આવતા યાત્રાળુઓ સુચારૂરૂપે દર્શન કરી શકે તથા દ્વારકા ની સુંદરતા વિશેષ દેખાય તેમાટે માર્ગ પહોણા તથા સાફ હોવા જરૂરી . આ સનાતન સર્કલ થી લઈને નાગેશ્ર્વરરોડ સુધી ત્રીસ મીટરનો માર્ગ ડેવલપમેન્ટ પ્રોસેસિંગ હેઠળ ગુજરાત સરકાર દ્વારા મંજુર કરાયેલ માર્ગ છે. આ માર્ગ પરના દબાણો દુર કરી અહી સુંદર માર્ગ બનાવવામાં આવશે. જેથી નાગેશ્ર્વર જતા યાત્રાળુઓ તથા બીરલા વિસ્તારમાં રહેતા લોકો મુખ્ય હાઇવે માર્ગથી સીધા ત્યા જઇ શકશે.


Advertisement