વન પ્લસ નો નવો ફોન થયો લોન્ચ : જાણો કેટલા નવા કલરમાં ફોન મળશે, તેની કિંમત અને ફીચર્સ

15 May 2019 03:34 AM
Technology World
  • વન પ્લસ નો નવો ફોન થયો લોન્ચ : જાણો કેટલા નવા કલરમાં ફોન મળશે, તેની કિંમત અને ફીચર્સ
  • વન પ્લસ નો નવો ફોન થયો લોન્ચ : જાણો કેટલા નવા કલરમાં ફોન મળશે, તેની કિંમત અને ફીચર્સ
  • વન પ્લસ નો નવો ફોન થયો લોન્ચ : જાણો કેટલા નવા કલરમાં ફોન મળશે, તેની કિંમત અને ફીચર્સ

Advertisement

ચાઈનીઝ કમ્પની વન પ્લસએ તેનો નવો ફોન વન પ્લસ સેવન અને સેવન પ્રો આજે લોન્ચ કર્યો હતો. બેંગ્લોર, લંડન અને ન્યુ યોર્ક એમ ત્રણ શહેરોમાં એક સાથે લોન્ચ થયો આ ફોન. ફોનના અલગ અલગ વેરિયન્ટ અને તેના કિંમત વિશે વાત કરીએ તો આ ફોન ત્રણ વેરિયન્ટ માં ઉપલબ્ધ થશે. આ ફોન 17મે થી ઓફલાઇન અને ઓનલાઈન વેચાણ થી ભારતમાં ગ્રાહકોને મળી રહેશે.
વન પ્લસ સેવન પ્રો 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ની કિંમત રૂપિયા 48,999 હશે જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ ની કિંમત રૂપિયા 52,999 હશે અને 12 જીબી રેમ સાથે 256 સ્ટોરેજ વાળા ફોન ની કિંમત રૂપિયા 57,999 હશે. આ ફોનમાં સેલ્ફી પોપ અપ કેમેરા હશે અને 4000 એમ.એ.એચ વાળી બેટરી હશે જે ફક્ત 20 મિનિટની અંદર સુપર ફાસ્ટ ટેકનોલોજી થી ચાર્જ થશે.
આ ફોનમાં ડોલબી એટમોસ સ્પીકર્સ રહશે અને 48 મેગા પિકસલ ટ્રિપલ કેમેરા છે. આ ફોન ત્રણ નવા કલરમાં ઉપલબ્ધ થશે જેમકે અલ્મન્ડ, મિરર બ્લેક અને નેબ્યુલા બ્લુ. 12જીબી 256 જીબી સ્ટોરેજ વાળો ફોન નેબ્યુલા બ્લુ કલરમાં જ મળશે અને તે ફોન 28 મે થી ઉપલબ્ધ થશે.
વન પ્લસ સેવન ની કિંમત રૂપિયા 32,999 (6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ) તથા રૂપિયા 37,999 (8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ) માટે રહેશે. વન પ્લસ સેવનમાં 3700 એમ.એ.એચ બેટરી રહશે. સેવન મિરર ગ્રે અને રેડ કલરમાં મળશે.
સેવન ની સ્ક્રીન સાઈઝ 6.41 ઇંચ છે જ્યારે સેવન પ્રો ની સ્ક્રીન સાઈઝ 6.67 ઇંચ છે.
આ ફોન ગેમિંગ માટે જબરદસ્ત માનવામાં આવે છે.


Advertisement