વરઘોડા વિવાદમાં જીજ્ઞેશ મેવાણી મેદાને: 18મીએ દલિત સંમેલન: ચકકાજામની ચિમકી

14 May 2019 07:42 PM
Ahmedabad Business
  • વરઘોડા વિવાદમાં જીજ્ઞેશ મેવાણી મેદાને: 18મીએ દલિત સંમેલન: ચકકાજામની ચિમકી

મુખ્યમંત્રી-ભાજપ સરકાર દલિતોની પડખે ન આવ્યાનો આક્ષેપ: ડીવાયએસપીને સસ્પેન્ડ કરવા માંગ

Advertisement

અમદાવાદ તા.14
મોડાસાના ખંભાસર અને પ્રાંતીજના સીતવાડા અને કડીના લ્હોર ગામે દલિતોના વરઘોડાના થઈ રહેલા વિરોધ અને બહિષ્કારને લઈને દલિત નેતા અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓ બનવા છતા મુખ્યમંત્રી દલિત મિજ મિત્ર બન્યા નથી, મુખ્યમંત્રીએ કોઈ અપીલ કરી નથી કે એક પણ મંત્રી, ગૃહમંત્રી અને ડીજીપીએ પણ ગામની મુલાકાત લીધી નથી.
મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે ડીવાયએસપી ફાલ્ગુની પટેલ સામે એટ્રોસિટી અને આઈપીસી મુજબ ગુનો નોંધવામાં આવે.
મેવાણીએ જણાવ્યું હતું કે ડીવાયએસપી ફાલ્ગુની પટેલ સામે ફરિયાદ માટે ખંભીસર ગામના લોકોએ પોલીસ સ્ટેશન અને એસપી ઓફિસના ધકકા થાય છે. આ મામલે અમે સુપ્રિમ સુધી લડી લઈશું અને ચકકાજામ કરવો પડે તો એ પણ કરીશું.


Advertisement