બાળકોની હોસ્પિટલમાં બાટલો ફાટવાથી લાગી ભીષણ આગ.. બાળકો અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કઢાયા

14 May 2019 05:21 PM
Ahmedabad Crime

Advertisement

અમદાવાદ શહેના પરિમલ ગાર્ડન નજીક આવેલી બાળકોની હોસ્પિટલના ચોથા માળે આગ લાગવાની ઘટના બની છે. એપ્પલ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ મચી હતી. 4 ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવી લીધો છે. આગ બાટલો ફાટતાં લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે હાલ તમામ બાળકો અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે તેમજ સારવાર લઈ રહેલા બાળકોને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા.. આગની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી.


Advertisement