સુરતના અઠવાગેટ ફ્લાય ઓવર બ્રિજ પર ચાલુ કારમાં લાગી આગ, ચાલકનો આબાદ બચાવ

14 May 2019 05:18 PM
Ahmedabad

Advertisement

સુરત શહેરના અઠવાગેટ ફ્લાય ઓવર બ્રિજ પર એક ચાલું કારમાં આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, કાર ચાલકનો બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને કારની આગ પર કાબુ મેળવ્યો હતો. બ્રિજ પર કારમાં આગ લાગી હોવાથી બ્રિજની બંને સાઈડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. જેથી ટ્રાફિક પોલીસ પણ દોડી આવી હતી.


Advertisement