સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગમાં એલીસ્ટર કેમ્પ્બેલ, ઔવેશ શાહ સહિતના પૂર્વ ક્રિકેટરો કોમેન્ટ્રી આપશે

14 May 2019 04:40 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગમાં એલીસ્ટર કેમ્પ્બેલ,  ઔવેશ શાહ સહિતના પૂર્વ ક્રિકેટરો કોમેન્ટ્રી આપશે
  • સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગમાં એલીસ્ટર કેમ્પ્બેલ,  ઔવેશ શાહ સહિતના પૂર્વ ક્રિકેટરો કોમેન્ટ્રી આપશે

રાજકોટના ખંઢેરી સ્ટેડીયમ પર રમાનાર

Advertisement

રાજકોટ તા.14
કાલથી શરૂ થનાર સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ જે આઇપીએલની જેમ જ રમાવા જઇ રહી છે તેમાં પૂર્વ ઝીમ્બાવેના કેપ્ટન એલીસ્ટર કેમ્પ્બેલ, પૂર્વ ઇંગ્લેન્ડના ક્રિકેટરના ઔવેશ શાહ સાથે જ ભારતના પૂર્વ ફર્સ્ટ કલાસ રમી ચૂકેલ ક્રિકેટર શીશીર હાતંગડી અને અજય મેહરા કોમેન્ટ્રી આપશે. સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગના તમામ મેચો સ્ટાર પોસ્ટર્સ-1 તથા હોટ સ્ટાર પર લાઇવ થવા જઇ રહ્યા છે. આ ટુર્નામેન્ટમાં 14મેથી 22 મે સુધી યોજાશે અને પાંચ ટીમો વચ્ચે ટક્કર થશે. આ ઉપરાંત બે મેચ રેફરીની નિમણુંક બીસીસીઆઇ દ્વારા કરવામાં આવી છે. જે બંને સૌરાષ્ટ્રના છે. આઇપીએલમાં મેચ રેફરી તરીકે રહી ચુકેલા પ્રકાશ ભટ્ટ તથા અલ્તાફ મર્ચન્ટ તમામ મેચો માટે મેચ રેફરી તરીકે રહેશે. અમ્પાયરમાં અમીષ સાહેબા, પિયુષ ખખ્ખર, ભાવેશ પટેલ, શકિતસિંહ જાડેજા તથા તેજસ ઓઝા અમ્પાયરીંગ કરશે. સ્કોરર તરીકે ડકવર્થ લૂઇસ મેનેજર અને હેડ સ્કોરર હેમાલી દેસાઇ તથા સેજલ દવે મહેતા સ્કોરર તરીકે રહેશે.


Advertisement