લીફટ આપી નશીલો પદાર્થ પીવડાવી લોકોને લૂંટતી ટોળકી ઝડપાઇ : પૂછપરછ

14 May 2019 03:38 PM
Bhavnagar
  • લીફટ આપી નશીલો પદાર્થ પીવડાવી
લોકોને લૂંટતી ટોળકી ઝડપાઇ : પૂછપરછ

ભાવનગરમાં પોલીસને મળી સફળતા : રિમાન્ડની તજવીજ

Advertisement

(વિપુલ હિરાણી) ભાવનગર તા.14
ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર એ જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ પાલીતાણા ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા અને પોલીસ હેડ કોન્સ. અનિરુધ્ધસિંહ ગોહિલને બાતમી હકિકત મળેલ કે, અગાઉ ચા માં નશીલા પદાર્થ પીવડાવી લોકોને લૂંટવાના ગુન્હામાં પકડાઈ ચૂકેલ મુકેશ રમેશ દે.પુ. તથા તેનો ભાઈ એક ચોરીના પલ્સર મો.સા. ઉપર પાલીતાણા થી ગારિયાધાર જવાના છે જેથી પરવડી ગામ પાસે વોચ માં હતા અને બાતમી વર્ણન વાળા બન્ને ઈસમો આવતા તેને રોકેલ જેમાં (1) વિકેશ ઉર્ફે બાઠિયો રમેશભાઈ વાઘેલા ઉ.વ. 22 (2) મુકેશ રમેશભાઈ વાઘેલા ઉ.વ. 30 રાજુ રમેશભાઇ સોલંકી રહેવાસી બન્ને તળાજા રોડ પાલીતાણા વાળા મળી આવેલ તેની પાસેથી બજાજ કંપનીનું પલ્સર મો.સા. રજી. નંબર ૠષ 4 અચ 3256 નું તથા એક મોબાઈલ ફોન મળી આવેલ જેના તેની પાસે આધાર પુરાવા ન હોવાથી શક પડતી મિલ્કત ગણી કબ્જે કરવામાં આવેલ.
મજકુર બંનેની પૂછપરછ કરતા બંનેએ કબૂલાત આપેલ કે દોઢેક વર્ષ પહેલાં તેઓએ પાલીતાણા ગારિયાધાર રોડ ઉપર એક વૃધ્ધ માણસ ને મો.સા. માં લિફ્ટ આપવાના બહાને બેસાડી રસ્તામાં ચા માં નશીલો પદાર્થ પીવડાવી અર્ધ બેભાન બનાવી તેની પાસેથી સોનાના બટન તથા રોકડ રૂપિયા તથા મોબાઈલ ફોન બળજબરી પૂર્વક કઢાવી લીધેલ અને રસ્તામાં ઉતારી નાશી ગયેલ જેની રેકર્ડ ઉપર ખરાઈ કરતા આ બાબતે ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં આઇ- ગુ. ર. નંબર 16/18 આઇ આઇ.પી.સી. 328, 384, 34 વિગેરે મુજબનો ગુન્હો રજી થયેલ છે મજકુર બન્ને વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગારિયાધાર પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.


Advertisement