ભુજમાં કા૨-બોલે૨ો વચ્ચે અકસ્માત થતા યુવાનનું મૃત્યુ

14 May 2019 03:28 PM
kutch Crime
Advertisement


ભુજથી માંડવી જતાં માર્ગ પર ખત્રી તળાવના વળાંક પાસે ગત રવિવારના મોડી રાત્રે 11.30 વાગ્યાના અરસામા હુન્ડાઈ ઈયોન કાર અને મહિન્દ્રા બોલેરો જીપ વચ્ચે સામસામે થયેલા પ્રાણઘાતક અકસ્માતમાં ભુજના યુવકનું મોત નીપજ્યું છે.
માનકૂવા પોલીસે આપેલી પ્રાથમિક વિગતો અનુસાર હતભાગી યોગેશ મોતીલાલ ચાંદ્રા (રહે. સોનીવાડ, ભુજ) ધુણઈના દિનેશ ત્રિકમભાઈ ચાંદ્રા (ઉ.વ.40) સાથે જીજે-12 બીજી-3224 નંબરની ઈયોન કાર લઈ ભુજથી ધુણઈ જતો હતો. દરમિયાન સામેથી આવતી જીજે-12 કે-9915 બોલેરો કાર સાથે ઈયોન કાર ટકરાઈ હતી. જેમાં યોગેશ ચાંદ્રાનું મોત નીપજ્યું હતું. દિનેશ ચાંદ્રાને અસ્થિભંગની ઈજાઓ સાથે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ઘટના અંગે બોલેરોચાલકે મૃતક કારચાલક યોગેશ ચાંદ્રા વિરુદ્ધ રોંગસાઈડમાં કાર હંકારી પ્રાણઘાતક અકસ્માત સર્જવાની માનકૂવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


Advertisement