ધોરાજી ખાતે બાબા રામદેવજી બાર પહોર પાટોત્સવ અને પંચકુંડી યજ્ઞ યોજાશે

14 May 2019 03:11 PM
Dhoraji
  • ધોરાજી ખાતે બાબા રામદેવજી બાર પહોર
પાટોત્સવ અને પંચકુંડી યજ્ઞ યોજાશે

સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન: સંતો હાજરી આપશે

Advertisement

(સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી દ્વારા) ધોરાજી તા.14
ધોરાજી ખાતે બાબા રામદેવજી બાર પહોર પાટોત્સવ અને સંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.
ધોરાજી નાનકશાજી જગ્યા સોનાપૂરી પાસે તા.14/5ના રોજ સવારે કુંભ સ્થાપન કરવામાં આવેલ. જયારે તા.21/5ના બપોરે 3 કલાકે સંતોના સામૈયા તેમજ તિલક વીધી હર્ષિદબાપુ જેતપુરના ગોમતીદાસ બાપુના હસ્તે કરાશે.
તેમજ યજ્ઞ પ્રારંભ તા.22/5ના સવારે 8 કલાકે અને યજ્ઞની પૂર્ણાહુતિ બપોરે 4 કલાકે થશે આ તકે તા.21/5ના રાત્રે 10 કલાકે સંતવાણી યોજાશે અને તા.22/5ના પણ સંતવાણી યોજાશે.
જેમાં સૌરાષ્ટ્રના ખ્યાતનમ કલાકારો પોતાની કલા પીરસશે. આ તકે મહંત ભીખુદાસબાપુ, ભરતદાસ બાપુ હર્ષિદ બાપુ તથા માનવબાપુ તથા સેવકગણે ભવીકોને આ પ્રસંગનો લાભ લેવા જણાવાયું છે.


Advertisement