અલી અબ્બાસ ઝફ૨ની વેબ-સિ૨ીઝમાં જોવા મળશે સૈફ અલી ખાન

14 May 2019 01:51 PM
Entertainment India
  • અલી અબ્બાસ ઝફ૨ની વેબ-સિ૨ીઝમાં
જોવા મળશે સૈફ અલી ખાન

Advertisement

ભા૨તનો ડિ૨ેકટ૨ અલી અબ્બાસ ઝફ૨ હવે વેબ-સિ૨ીઝમાં હાથ અજમાવવા સૈફ અલી ખાન સાથે ડિજિટલ પ્લેટફોર્મ પ૨ કામ ક૨શે. એમેઝોન પ્રાઈમ માટે અલી અબ્બાસ ઝફ૨ એક વેબ-સિ૨ીઝ બનાવશે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફિલક્સની સેક્રેડ ગેમ્સમાં સૈફનો અભિનય ખૂબ વખાણમાં આવી ૨હયો છે. એવી ચર્ચા છે કે અલી ટૂંક સમયમાં જ આ વેબ-સિ૨ીઝ માટે પ્રી-પ્રોડકટશનનું કામ શરૂ ક૨શે અને આ વર્ષ્ાના અંત સુધીમાં એ વેબ-સિ૨ીઝને િ૨લીઝ ક૨વામાં આવશે. આ વેબ-સિ૨ીઝ પૂ૨ી થયા બાદ સલમાન ખાન અને કેટિ૨ના કૈફને લઈને ટાઈગ૨ની ફ્રેન્ચાઈઝી પ૨ પણ કામ શરૂ ક૨વામાં આવશે. અલી અબ્બાસ ઝફ૨ અને સૈફ અલી ખાન બન્ને એકબીજાને ૨૦૦૮માં આવેલી ટશનના સમયથી ઓળખે છે. અલીએ આ ફિલ્મમાં અસિસ્ટન્ટ ડિ૨ેકટ૨ ત૨ીકે કામ ર્ક્યું હતું. સેક્રેડ ગેમ્સમાં સૈફનો પર્ફોર્મન્સ અલીને ખૂબ પસંદ પડયો છે. આ જ કા૨ણ છે કે તેણે વેબ-સિ૨ીઝ માટે સૈફ પ૨ પસંદગી ઉતા૨ી છે. આ વેબ-સિ૨ીઝ માટે સૈફને પોતાના લુક પ૨ પણ ખાસ વર્ક ક૨વું પડશે. જોકે સૈફ પણ હાલમાં તેનાં અન્ય કમિટમેન્ટ વ્યસ્ત છે. એ બધાં પૂ૨ા થયા બાદ જ તે અન્ય પ્રોજેકટ હાથમાં લેશે.


Advertisement