શેરબજારમાં અંતિમ કલાકમાં ધડાધડ મંદી: સેન્સેકસ 300 પોઈન્ટ ગગડયો: રોકડાના શેરોનો ભુકકો

13 May 2019 06:36 PM
Rajkot Business

હેવીવેઈટ સહીત તમામ શેરોમાં આક્રમક વેચવાલી

Advertisement

રાજકોટ તા.13
મુંબઈ શેરબજારમાં આજે મંદીનો આંચકો હતો. હેવીવેઈટ સહીત રોકડાનાં શેરોમાં આક્રમક વેચવાલીથી ગાબડા પડયા હતા. સેન્સેકસમાં સતત નવમા દિવસે મંદી વચ્ચે 90 પોઈન્ટનો ઘટાડો હતો.
શેરબજારમાં આજે સાવતેચીનું માનસ યથાવત હતું. શરૂઆત પ્રોત્સાહક-તેજીના ટોને થયા બાદ ફરી મંદીમાં અટકવા લાગ્યુ હતું. વિદેશી સંસ્થાઓની વેચવાલી, ટ્રેડવોરનો ભય, ઔદ્યોગીક ઉત્પાદન આંક બે વર્ષનાં તળીયે પહોંચ્યાનાં રીપોર્ટ સહીતના કારણોએ નિરાશાનું વાતાવરણ સજર્યુ હતું. હેવીવેઈટની સાથોસાથ રોકડાના શેરો વેચવાલીના નિશાના પર આવી ગયા હતા.
મારૂતી, ઓએનજીસી, સનફાર્મા, ટીસ્કો, વગેરેમાં ગાબડા હતા. શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે આકર્ષક પરિણામોથી એચડીએફસીમાં ઉછાળો હતો
એટલે અમુક અંશે સેન્સેકસમાં દબાણ હળવુ થયુ હતું. અન્યથા વધુ ગાબડા પડવાની ભીતિ હતી.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 300 પોઈન્ટના ગાબડાથી 37162 હતો. જે ઉંચામાં 37853 તથા નીચામાં 37160 હતો નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 109 પોઈન્ટના ગાબડાથી 11168 હતો જે ઉંચામાં 11300 તથા નીચામાં 11161 હતો.
ચલણ બજારમાં અમેરીકી ડોલર સામે ભારતીય રૂપિયો બે માસના તળીયે સરકયો હતો અને 70.33 સાંપડયો હતો નાયમેકસ ક્રુડ 62.51 ડોલર તથા બ્રેન્ટ ક્રુડ 71.91 ડોલર હતું.


Advertisement