અનિલ અંબાણીની આરકોમનું દેવું રૂા.90000 કરોડ

13 May 2019 06:26 PM
Business India
  • અનિલ અંબાણીની આરકોમનું દેવું રૂા.90000 કરોડ

દેવાળીયા બનવામાં અંબાણી જુનીયરનો નેશનલ રેકોર્ડ:દેશ વિદેશની કંપનીઓ- ભારત અને રાજય સરકારો પણ લેણદારની લાઈનમાં જોડાઈ ગઈ

Advertisement

મુંબઈ: રીલાયન્સ- કોમ્યુનીકેશન (આરકોમ)નું દેવું રૂા.48000 કરોડ નહી પણ રૂા.9000 કરોડથી વધુ હોવાના સંકેત છે. અનિલ અંબાણીથી માલિકીની આ કંપની હવે દેવાળીયા જાહેર થઈ રહી છે અને તે માટેની પ્રક્રિયા પણ શરુ થઈ છે તે સમયે રીલાયન્સના લેણદારો જે બાકી રકમના દાવા કરશે તેની કુલ રકમ રૂા.90000 કરોડની વધુ થવાની
શકયતા છે.
રીલાયન્સ ઈન્ફોકોમના ભારત પક્ષે વૈશ્ર્વિક લેણદારો તથા ઓપરેશન કેડીટર્સ જેવા કે ભારત અને અનેક રાજય સરકારો મોબાઈલ ફોન કંપનીઓ ટેલીકોમ ટાવર કંપનીઓએ તેના બાકી રકમના દાવા હાલ નિયુક્ત થયેલી એક ફડચા દાવા કંપની આરબીએસએ એડવાઈઝને સોપવાનું શરૂ કર્યુ છે.
તા.21 મે સુધીમાં દાવા સુપ્રત કરી શકાશે અને હાલની સ્થિતિ મુજબ 70-75 હજારના દાવા તો થઈ ગયા છે અને હજુ વધુ રકમના આવશે તેવો સંકેત છે. રાષ્ટ્રીય બેન્કો ઉપરાંત ચાઈનીઝ બેન્કો અને બોન્ડ હોલ્ડર્સ પણ તેમની રકમ વ્યાજ સહીત પરત માંગશે.
આરકોમ અને રીલાયન્સ ઈન્ફાટેલ અને રીલાયન્સ ટેલીકોમ ત્રણેયના સંયુક્ત દેવાની રકમ રૂા.90000 કરોડે પહોંચશે.
અન્ય બે કંપનીઓને રીલાયન્સ ઈન્ફોકોમના આધારે જ આ ધિરાણ મળ્યા હતા. દેશએ કોઈપણ ખાનગી કંપનીઓ જે દેવાળીયા બની તેમાં આ સૌથી મોયી રકમનો દેવાળીયા કેસ બની રહેશે.


Advertisement