ભુલ બન્ને ટીમોએ કરી અમોએ એક વધુ કરી! પરાજય પર ધોનીનો જવાબ

13 May 2019 03:58 PM
Sports
  • ભુલ બન્ને ટીમોએ કરી અમોએ એક વધુ કરી! પરાજય પર ધોનીનો જવાબ

આગામી સીઝન રમવા ચેન્નઈનો કેપ્ટન આશાવાદી

Advertisement

હૈદરાબાદ: ગઈકાલે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમમાં રમાયેલા આઈપીએલ ફાઈનલમાં ચેન્નઈ સુપરકીંગ 1 રને પરાજીત થઈ તેના પર રસપ્રદ પ્રતિભાવ આપતા ચેન્નઈ સુપરકીંગના કેપ્ટન મહેન્દ્રસિંઘ ધોનીએ કહ્યું કે બન્ને ટીમોએ ભુલો તો કરી જ હતી પણ મુંબઈ એ અમારા કરતા એક ભુલ ઓછી કરી...
બન્ને ટીમોએ અનેક કેચ પડતા મુકયા હતા. ખાસ કરીને સૌથી વધુ બનાવનાર ચેન્નઈના શેન વોટસનને બે વખત જીવતદાન મળ્યું પણ તે ગેઈમને જીતમાં છેલ્લા દડા સુધી લઈ જઈ શકયો નહી તે ફાઈનલ ઓવરમાં જ રઆઉટ થયો. ધોની પણ 13મી ઓવરમાં ફકત 2 રનના જુમલે રનઆઉટ થયો. ધોનીએ કહ્યું કે આઈપીએલમાં બન્ને ટીમ એક બીજાને ટ્રોફી આપી રહી છે.
ધોનીએ કહ્યું કે બોલરોએ સારી કામગીરી કરી હતી. નહીતર પાછળ પણ વધુ સ્કોર મુંબઈએ કર્યો જ હોત, પણ તેઓએ જયારે જરૂર હતી તેસમયે વિકેટ મેળવતા રહ્યા. ધોનીએ કહ્યું કે આ હાર માટે હવે વધુ વિચારવાનો સમય નથી. અમારે વર્લ્ડકપ રમવા જવાનું છે. હવે તે આઈપીએલની આગામી સીઝન રમશે કે કેમ તેના પર ધોનીએ સ્મિત સાથે કહ્યું કે આશા રાખું છું.


Advertisement