આજે વહેલી સવારે છ મહિના બાદ કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલ્યા...

10 May 2019 04:54 PM
India

Advertisement

ગુરુવારે વહેલી સવારે છ મહિના બાદ કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલ્યા હતા. હજારો શ્રદ્ધાળુઓ બાબા કેદરાનાથના દર્શન કરવા પહોંચી ગયા છે. ગુરુવારના રોજ સવારે 5:35 થી 5:42 વાગ્યા દરમિયાન કેદારનાથ ધામના કપાટ ખૂલ્યા હતા. અગાઉ પંચગદ્દીસ્થળ ઓમકારેશ્વર મંદિર ઉખામીઠથી સોમવારે કેદારનાથ બાબાની પંચમુખી ઉત્સવ પાલખી કેદારપુરી માટે રવાના થઇ હતી. મંદિર પરિસરમાં હાલ 4-5 ફૂટ બરફ જામેલો છે. ભક્તોને મુશ્કેલી ના પડે એટલે રસ્તાને સાફ કરી દેવાયો છે.


Advertisement