ઘુંટણના રીપ્લેસમેન્ટની સારવારનો ખર્ચ મા-વાત્સલ્ય કાર્ડના લાભાર્થીને આપવા નિર્ણય

10 May 2019 03:18 PM
Ahmedabad Gujarat Health
  • ઘુંટણના રીપ્લેસમેન્ટની સારવારનો ખર્ચ
મા-વાત્સલ્ય કાર્ડના લાભાર્થીને આપવા નિર્ણય

રાજયમાં પ્રથમ વખત ખર્ચાળ ઘુટણ રીપ્લેસમેન્ટની સારવાર ખર્ચ આપવા આદેશ

Advertisement

ગાંધીનગર તા.10
રાજ્યના આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે પોતાના ઘૂંટણનું ઓપરેશન મુંબઈ સ્થિત ખાનગી હોસ્પિટલમાં કરાવ્યા બાદ રાજ્ય સરકારે ગુજરાતના નાગરિકો કેજે મા વાત્સલ્ય અને પ્રધાનમંત્રી આરોગ્ય યોજના હેઠળ હશે તેના માટે ની-રિપ્લેસમેન્ટ નો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના તમામ આરોગ્ય અધિકારીઓને આદેશ કર્યા છે કે મા અમૃતમ કાર્ડ અને મા વાત્સલ્ય તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલ હવે પછી ઘૂંટણના રીપ્લેસમેન્ટની કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ માટે વાર્ષિક પાંચ લાખ રૂપિયાની કેસલેસ નો લાભ આજના અંતર્ગત આપવામાં આવી રહ્યો છે ત્યારે હવે વર્તમાન ભાજપ સરકારે એવો નિર્ણય કરે છે કે 14 માર્ચ 2019 થી આ યોજના લાયક લાભાર્થીઓને ઘૂંટણ અને હાપા ના રિપ્લેસમેન્ટ ની સારવાર માટે કેસલેસ લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે. તેથી જરૂરિયાતો લાભાર્થીને મુખ્ય જીલ્લા તબીબી અધિકારી દ્વારા તેની ચકાસણી કરી ઘૂંટણ ની રિપ્લેસમેન્ટ ની જરૂરિયાત છે તે અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે જેના આધારે લાભાર્થી સરકારી કે ખાનગી હોસ્પિટલમાં લાભ મેળવી શકશે આ ઉપરાંત જે તે જિલ્લામાં ઘૂંટણ રિપ્લેસમેન્ટ ના નોંધાયેલા લાભાર્થીના દાવાઓમાં થી રેન્ડમ 10 ટકા લાભાર્થી દાવા ઓનું વેરિફિકેશન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને શહેરી વિસ્તારોમાં મ્યુનિસિપલ આરોગ્ય અધિકારી ટીમ દ્વારા કરવાનું રહેશે. અને તેનો અહેવાલ પ્રતિ માસ સરકાર ને સુપ્રત કરવાનો આદેશ રાજય આરોગ્ય વિભાગે કર્યો છે.


Advertisement