પ્રથમવાર શ્રી રામદેવજી મહારાજના દર મહિને બાર પહોર પાટોત્સવ

10 May 2019 01:02 PM
Porbandar
  • પ્રથમવાર શ્રી રામદેવજી મહારાજના દર મહિને બાર પહોર પાટોત્સવ

કાણેક ગામના પૌરાણિક કનકાઇ માતાજીના મંદિરે

Advertisement

(વિનુભાઇ મેસવાણીયા)
માંગરોળ તા.10
કાણેક ગામના પૌરાણિક કનકાઇ માતાજી મંદિરના સાંનિઘ્યમાં પ્રથમવાર શ્રી રામદેવજી મહારાજના દર મહિને બાર પહોર પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. પ્રથમ જયોત પ્રાગ્ટય તા.10/5, દ્વિતીય જયોત પ્રાગ્ટય 8/6, તૃતિય જયોત પ્રાગ્ટય 8/7, ચોથી જયોત પ્રાગ્ટય 6/8, પાંચમી જયોત પ્રાગ્ટય 4/9, છઠ્ઠી જયોત પ્રાગ્ટય 4/10ના રોજ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. દર મહિને બાર પહોર પાટોત્સવનું પ્રથમવાર ભવ્ય આયોજન કરવામાં આવેલ તો સર્વે ભકતોએ લાભ લેવા કનકાઇ માતાજી મંદિરના પૂજારી સાધુ ધર્મેશબાપુ ઠાકોરદાસ ગોંડલીયા અખબારી યાદીમાં જણાવે છે.


Advertisement