ધો.12 વિજ્ઞાનનું 71.90% પરિણામ : રાજકોટ જિલ્લો રાજયમાં NO.1

09 May 2019 08:49 AM
Ahmedabad Gujarat Education
  • ધો.12 વિજ્ઞાનનું 71.90% પરિણામ : રાજકોટ જિલ્લો રાજયમાં NO.1
  • ધો.12 વિજ્ઞાનનું 71.90% પરિણામ : રાજકોટ જિલ્લો રાજયમાં NO.1
  • ધો.12 વિજ્ઞાનનું 71.90% પરિણામ : રાજકોટ જિલ્લો રાજયમાં NO.1
  • ધો.12 વિજ્ઞાનનું 71.90% પરિણામ : રાજકોટ જિલ્લો રાજયમાં NO.1

છેલ્લા સાત વર્ષનું નીચુ રીઝલ્ટ : ધ્રોલ કેન્દ્ર પણ 91.60 ટકા સાથે ગુજરાતમાં પ્રથમ.. ; રાજકોટ જિલ્લાનું સૌથી ઉંચુ 84.47% પરિણામ : છોટા ઉદેપુર સૌથી તળીયે : એ-1 ગ્રેડમાં 254 વિદ્યાર્થી ઝળકયા : સૌથી વધુ સુરતના 95, રાજકોટના 20 : કુલ 89060 વિદ્યાર્થી પાસ : એ ગ્રુપ, અંગે્રજી માઘ્યમ અને વિદ્યાર્થીનીઓએ ફરી મેદાન માર્યુ : 100% પરિણામ વાળી શાળા ઘટીને 35, 10%થી ઓછા પરિણામ વાળી શાળા વધીને 49 થઇ ગઇ

Advertisement

રાજકોટ તા.9
ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલા ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજરોજ 71.90 ટકા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાએ પૂરા રાજયમાં છલાંગ લગાવી 84.47 ટકા સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ રીતે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ ફરી શિક્ષણનું હબ સાબિત થયું છે. છેલ્લા સાત વર્ષના આ સોથી નીચા પરિણામમાં 139 કેન્દ્રો પરથી પરીક્ષા આપનાર 1,46,808 પૈકી 89,060 છાત્રો પાસ થયા છે.
પુરા રાજયમાં સૌથી નીચુ પરિણામ છોટા ઉદેપુર જિલ્લાનું 29.81 ટકા છે. તો કેન્દ્રમાં જામનગર જિલ્લાના ધ્રોલનું સૌથી ઉંચુ સતત બીજા વર્ષે 91.60 ટકા આવ્યું છે. સૌથી નીચુ પરિણામ બોડેલી કેન્દ્રનું 27.19 ટકા છે.
આ પરિણામમાં એ-1 ગ્રેડમાં 254 છાત્ર ઝળક્યા છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લાના 95, વડોદરાના 22 અને રાજકોટ જિલ્લાના 20 છે. અમદાવાદ શહેરના 22 અને ગ્રામ્યના 19 છાત્ર એ-1માં છે. કુલ 3690 વિદ્યાર્થી એ-2 ગ્રેડમાં અને 9828 બી-1 ગ્રેડમાં છે.
એકંદર પરિણામમાં વિદ્યાર્થીઓનું 71.83 અને વિદ્યાર્થીઓનું 72.01 ટકા પરિણામ છે. રાજયમાં 100 ટકા પરિણામવાળી શાળા ગત વર્ષથી (42) ઘટીને 3પ થઇ છે. તો 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળા ગત વર્ષ (26)થી વધીને 49 થયાનું બોર્ડ અઘ્યક્ષ એ.જે.શાહે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
અંગ્રેજી માઘ્યમનું પરિણામ 75.13 ટકા અને ગુજરાતી માઘ્યમનું 71.09 ટકા આવ્યું છે. એ ગ્રુપનું પરિણામ 78.92 અને બી-ગ્રુપનું 67.26 ટકા છે. તો એ-બી ગ્રુપનું 64.29 ટકા આવ્યું છે. કોપીકેસની સંખ્યા ગત વર્ષે 120 હતી. જે આ વર્ષે 365 નોંધાયા છે.
પાસ છાત્રો
રાજયમાં પાસ થયેલા 89060 પૈકી અમરેલીના 1586, કચ્છના 1029, જામનગરના 1575, જૂનાગઢના 3307, ભાવનગર 4113, ભાવનગરના 4113, રાજકોટના 7899, સુરેન્દ્રનગરના 1434, પોરબંદરના 302, બોટાદના 763, દેવભુમિ દ્વારકાના 315, ગીર સોમનાથના 1175, મોરબીના 1735 છાત્રો સામેલ છે.
માર્ચ-2019 વિજ્ઞાન પ્રવાહ જાહેર પરીક્ષામાં કુલ. 139 કેન્દ્રો પેટા કેન્દ્રો ઉપર 1,47,789 પરીક્ષાર્થી નોંધાયેલ હતા. તે પૈકી 1,46,808 પરીક્ષાર્થી ઉપસ્થિત રહેલ હતાં. આ સંખ્યામાં વર્ષ 2018-19ના નિયમિત વિદ્યાર્થી 1,24,694 હતા. તે પૈકી 1,23,860 પરીક્ષાર્થીૈઓ થતા 89,060 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયેલ છે. આ વિદ્યાર્થીઓના સંદર્ભમાં રાજયનું ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 71.90 ટકા આવેલ છે.
ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પ્રાયોગીક પરીક્ષા ઝોનલ અધિકારીઓએ ખૂબ ઓછા સમયમાં સમગ્ર માળખાકીય વ્યવસ્થા ગોઠવી સફળતાપૂર્વક સંપન્ન કરેલ છે. ચાલુ વર્ષે પ્રાયોગીક પરીક્ષાની પ્રવેશિકા તેમજ ગુજકેટ પરીક્ષાના ફોર્મ ભરવાની કામગીરી તેમજ પ્રવેશિકા પણ ઓનલાઇન મૂકવામાં આવેલ હતી. પ્રાયોગીક પરીક્ષાની માર્ક એન્ટ્રી માટે ઓનલાઇન વ્યવસ્થા ઉપલબ્ધ હતી. આમ સઘળી વ્યવસ્થા સ્ટુડન્ટસ ફ્રેન્ડલી બનાવવાનો પ્રયાસ બોર્ડ દ્વારા કરવામાં આવેલ છે તેમ ચેરમેને કહ્યું હતું.
ગુજકેટ
મુખ્ય પરિણામની સાથે સેમેસ્ટર પરિણામ તેમજ ગુજકેટ-2019નું પરિણામ જાહેર કરાયું છે. ગુજકેટ પરીક્ષા માટે એ ગ્રુપમાં પપ,પ12, બી-ગ્રુપમાં 75,811, એબી ગ્રુપમાં 361 એમ મળી કુલ 1,31,684 પરીક્ષાર્થી ઉપસ્થિત રહેલ હતા. સો ટકા સીસીટીવી કવરેજ સાથે જાહેર પરીક્ષાર્થીઓ લેતું ગુજરાત દેશભરનું પ્રથમ રાજય છે.


Advertisement