બિહા૨ની હોટલમાંથી ઈવીએમ, વીવીપેટ મળ્યા: જો૨દા૨ હંગામો

07 May 2019 06:03 PM
India
  • બિહા૨ની હોટલમાંથી ઈવીએમ, વીવીપેટ મળ્યા: જો૨દા૨ હંગામો

સેકટ૨ મેજીસ્ટ્રેટને શો કોઝ નોટિસ: તપાસના આદેશ

Advertisement

મુઝફફ૨ તા.૭
બિહા૨ના મુઝફફ૨પુ૨માં એક હોટેલના રૂમમાં ઈવીએમ અને વીવીપેટ મશીન મળી આવતા લોકોએ હંગામો ર્ક્યો હતો. આ છએ ઈવીએમ જપ્ત ક૨વામાં આવ્યા હતા.
જે અધિકા૨ી પાસેથી આ ઈવીએમ જપ્ત થયા તે ખ૨ેખ૨ તે ઈવીએમનો સં૨ક્ષ્ાક અને સેકટ૨ મેજિસ્ટ્રેટ હતો. બાદમા લોકોએ જો૨દા૨ હંગામો ર્ક્યો હતો. ઘટનાસ્થળે પહોંચીને એસડીઓએ ઈવીએમ પોતાના કબજોના લઈ લીધા હતા. મુઝફફ૨પુ૨ના જિલ્લા અધિકા૨ી આલોક ૨ંજન ઘોષ્ો ઘટનાની ષ્ટિ ક૨તા જણાવ્યું હતું કે સેકટ૨ મેજિસ્ટ્રેટ અવધેશકુમા૨ તે ઈવીએમના સં૨ક્ષ્ાક હતા. કા૨ણ પુછવા પ૨ અવધેશકુમા૨ે પોતાની સફાઈમાં જણાવ્યું હતું કે તેમની ટીમ ચા૨ ઈવીએમ મશીનોને બેકઅપ પ૨ લઈને થઈ ૨હી હતી. જેથી કોઈ પોલીંગ બુથ પ૨ ઈવીએમ ખ૨ાબ થાય તો તેને તાત્કાલિક બદલાવી શકાય.
જયા૨ે સ્થાનિક ખબ૨ો મુજબ સેકટ૨ મેજિસ્ટ્રોના ડ્રાઈવ૨ે નજીકના પોલીંગ બુથ પ૨ મતદાનની ઈચ્છ પ્રગટ ક૨ી એટલે ઈવીએમ વીવીપેટ નજીકની એક હોટલમાં ઉતા૨ી દધા હતા. બાદમાં સ્થાનીક એસડીઓએ આ ઈવીએમ જપ્ત ર્ક્યા હતા અને અવધેશકુમા૨ને નોટિસ અપાઈ હતી.


Advertisement