વાતાવરણમાં પલ્ટો: અગામી બે-ત્રણ દિવસમાં રાજ્યમાં થઇ શકે છે વરસાદ... જાણો વિગત

07 May 2019 09:56 AM
Ahmedabad Gujarat Saurashtra
  • વાતાવરણમાં પલ્ટો: અગામી બે-ત્રણ દિવસમાં રાજ્યમાં થઇ શકે છે વરસાદ... જાણો વિગત

હવામાન વિભાગની આગાહીમાં 9 અને 10 તારીખે ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં રાજકોટ, પોરબંદર અને કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

Advertisement

અમદાવાદઃ ઓડિશામાં ‘ફેની’ વાવાઝોડાએ તોફાની કહેર વર્તાવ્યા બાદ હવે ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવવાના સમાચાર હવામાન વિભાગે આપ્યા છે. હાલ ગુજરાતમાં ગરમીનો પારો ઉપર છે જોકે આ અઠવાડિયામાં હવામાનમાં પલ્ટો જોવા મળી શકે છે. ગુજરાતમાં છૂટાછવાયા અથવા ઝરમરિયો વરસાદ પડે તેવી સંભાવના છે. તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે આગામી 9 અને 10 તારીખ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં રાજકોટ, પોરબંદર અને કચ્છ જિલ્લામાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ગુજરાતમાં હવામાન ડ્રાય રહેવાની આગાહી કરવામાં આવી છે.


Advertisement